



રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. સવારમાં જ ધીમીધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી ગયા હતા. પાંચ મિનીટ ધોધમાર વરસાદ વરસ્યા બાદ ઝરમર વરસાદ વરસી રહ્યો હતો રાજકોટમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં અર્ધો ઇંચ વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગઇકાલે આખા દિવસ દરમિયાન બપોર સુધી તડકો જોવા મળ્યો હતો. બપોર બાદ ઝરમર વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ગોંડલમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે.
આ લખાઈ છે ત્યારે 11 વાગ્યા આસપાસ રાજકોટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ શહેરના 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી વહ્યા હતા. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતો હજુ પણ ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યાં છે. ગોંડલમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: Megharaja’s ride, the road was flooded