#Preparations to hold assembly elections in Gujarat in February-2022 itself
Aastha Magazine
#Preparations to hold assembly elections in Gujarat in February-2022 itself
ગુજરાત

ગુજરાતમાં ફેબ્રુઆરી–2022માં જ વિધાનસભાની ચૂંટણી યોજી નાખવા તૈયારી

ગુજરાત સરકારની આગામી નવેમ્બર-2022 માં મૂદત થાય છે. પરંતુ ભાજપ દ્વારા અંદરખાને આગામી ફેબ્રુઆરી-2022માં જ ઉત્તર પ્રદેશ સાથે ગુજરાતની પણ ચુંટણી યોજી નાખવા તૈયારી ચાલી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં ભાજપના વિજય બાદ કોરોનાની બીજી લહેર દરમિયાન ઊભી થયેલી સંકટની સ્થિતિ બાદ પ્રજાનો મૂડ જાણવા માટે ભાજપે ખાનગી સર્વે કરાવ્યો હતો. જેમાં હાલની રાજકીય પરિસ્થિતિમાં વહેલી ચૂંટણી યોજવાની પણ એક વ્યૂહાત્મક ગણતરી પણ કરવામાં આવી હતી.

ભાજપના આંતરિક સર્વે દરમિયાન એવું પણ એક મુખ્ય તારણ બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે કે, આજની સ્થિતિમાં કોંગ્રેસમાં હજુ સંગઠન,સંકલન અને સક્રિયતાનો અભાવ દેખાય છે. કૉંગ્રેસ હજુ આંતરિક લડાઈમાં વ્યસ્ત છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ઝડપથી આગળ વધી રહી છે. પરંતુ જો વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માં સમયસર યોજવામાં આવે તો, ત્યાં સુધી આપ ગુજરાતમાં ફરી વળે અને ચોક્કસ નેતાઓ સાથે સંગઠન મજબૂત બનાવી દે તો ભાજપને વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ ની સાથે આમ આદમી પાર્ટીનો પણ મુકાબલો કરવો પડે તેમ જ છે, હાલ આપનું હજુ જોઈએ એટલું વર્ચસ્વ નથી કે નથી કોઈ મોટો ચેહરો જેના સહારે ચૂંટણી લડી શકે, જો આમ આદમી પાર્ટી ને તક આપવામાં આવે તો તે ભાજપ માટે નુકશાનકર્તા બની શકે છે. આમ, ગુજરાતમાં હાલ ભાજપના વિરોધી એવા કોંગ્રેસ અને આમ આદમીની પરિસ્થિતિ હજુ મજબૂત નથી, આવા સમયે જો ઉત્તરપ્રદેશ ની સાથે જ ફેબ્રુઆરીમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે તો ભાજપની જીત સરળ પણ બની શકે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

શાળા-કોલેજોમાં કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરાશે

aasthamagazine

જુનાગઢના સિંહો પર થશે પ્રાણીઓ માટેની કોરોના રસીની ટ્રાયલ

aasthamagazine

ગુજરાતના ખેડૂતોને રાહત 25 ટકા લોન ભરી 75 ટકા માફ થશે

aasthamagazine

ગુજરાત : 8 મહિનામાં 174 સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયા

aasthamagazine

શેત્રુજી ડેમ ઓવરફ્લો : ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલી નાખવામાં આવ્યા

aasthamagazine

ગુજરાતના ચાર ગામોમાં દારૂબંધી ઉઠાવી લેવાશે

aasthamagazine

Leave a Comment