The BJP started preparations to strengthen the election-oriented organization
Aastha Magazine
The BJP started preparations to strengthen the election-oriented organization
રાજકારણ

ભાજપે ચૂંટણી લક્ષી સંગઠન ને મજબૂત બનાવવા ની તૈયારીઓ શરૂ કરી

ભાજપના આંતરિક સર્વે દરમિયાન એવું પણ એક મુખ્ય તારણ બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે કે, આજની સ્થિતિમાં કોંગ્રેસમાં હજુ સંગઠન,સંકલન અને સક્રિયતાનો અભાવ દેખાય છે. કૉંગ્રેસ હજુ આંતરિક લડાઈમાં વ્યસ્ત છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ઝડપથી આગળ વધી રહી છે. પરંતુ જો વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માં સમયસર યોજવામાં આવે તો, ત્યાં સુધી આપ ગુજરાતમાં ફરી વળે અને ચોક્કસ નેતાઓ સાથે સંગઠન મજબૂત બનાવી દે તો ભાજપને વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ ની સાથે આમ આદમી પાર્ટીનો પણ મુકાબલો કરવો પડે તેમ જ છે, હાલ આપનું હજુ જોઈએ એટલું વર્ચસ્વ નથી કે નથી કોઈ મોટો ચેહરો જેના સહારે ચૂંટણી લડી શકે, જો આમ આદમી પાર્ટી ને તક આપવામાં આવે તો તે ભાજપ માટે નુકશાનકર્તા બની શકે છે. આમ, ગુજરાતમાં હાલ ભાજપના વિરોધી એવા કોંગ્રેસ અને આમ આદમીની પરિસ્થિતિ હજુ મજબૂત નથી, આવા સમયે જો ઉત્તરપ્રદેશ ની સાથે જ ફેબ્રુઆરીમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે તો ભાજપની જીત સરળ પણ બની શકે અને ભાજપ પ્રમુખ નો 150 થી વધુ બેઠકો મેળવવા નો ટાર્ગેટ પૂરો થઈ શકે છે.ગુજરાતમાં ચૂંટણીને હજુ દોઢ વર્ષનો સમય બાકી હોવા છતાં પણ ભાજપે ચૂંટણી લક્ષી કાર્યક્રમો અને સંગઠન ને મજબૂત બનાવવા ની તૈયારીઓ શરૂ કરી છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
The BJP started preparations to strengthen the election-oriented organization

Related posts

નવા CMની પસંદગીની ચર્ચા શરૂ : અમિત શાહ અમદાવાદ આવશે

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 19/02/2022

aasthamagazine

પાટીદાર સમાજે આપેલ યોગદાન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશેઃ અમિત શાહ

aasthamagazine

ભાજપ નેતૃત્વે ફરી એક વખત ચૌકાવનારો નિર્ણય લઈ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા

aasthamagazine

હું એક કાશ્મીરી પંડિત છું : રાહુલ ગાંધી

aasthamagazine

વિજય રૂપાણીનું મુખ્યમંત્રીની ખુરશી છોડવા નું શું કારણ ?

aasthamagazine

Leave a Comment