



ચીન ભારત સાથેના વિવાદનો ઉકેલ લાવવાની વાત કરે પણ અંદર જ તે ભારતથી જોડાયેલ બોર્ડર પર પોતાને મજબૂત કરવામાં લાગ્યા છે. ચીન ભારતથી જોડાયેલ તિબેટ અને શિનજિયાંગ પ્રાંતમાં લગભગ 30 એરપોર્ટનું નિર્માણ કરી રહ્યું છે. જેમાં અમુક એરપોર્ટ બની ગયા છે અને અમુકનું કામ ચાલી રહ્યું છે. જણાવીએ કે ચીનના આ દૂરના ક્ષેત્રો છે જે ભારતથી ખૂબ જ નજીક છે.
તિબેટમાં ચીન ખૂબ જ ઝડપથી નિર્માણ કામમાં લાગ્યું છે. હાલમાં જ તેણે હાઇ સ્પીડ બુલેટ ટ્રેનની શરૂઆત કરી હતી. જે તિબેટની રાજધાની લ્હાસાને ન્યિંગ ચી સાથે જોડે છે. ન્યિંગ ચી તિબેટનું એક શહેર છે જે અરુણાચલ સીમાની પાસે છે. અરુણાચલ પ્રદેશના અમુક વિસ્તારો પર પણ ચીન પોતાનો દાવો કરતું રહ્યું છે.
ચીની સરકારી મીડિયાએ 2021ની શરૂઆતમાં જણાવેલું કે તિબેટમાં બની રહેલા 3 નવા એરપોર્ટ ભારતીય સીમાની નજીક છે. આ એરપોર્ટ લુંજે કાઉન્ટી, ટિંગરી કાઉન્ટી અને બુરાંગ કાઉન્ટીમાં બની રહ્યા છે. આ નવા એરરૂટ્સ તિબેટ અને શિનજિયાંગના વિસ્તારોને મેનલેન્ડ ચીન સાથે જોડે છે.ચીન માટે રણનીતિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ રહેનાર એરપોર્ટ તાશકુરગન 2022ના મધ્ય સુધીમાં તૈયાર થઇ શકે છે. તાશકુરગન પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર અને અફઘાનિસ્તાન-ચીન સીમાની નજીક પામીર પ્લેટુ પર બની રહેલ એરપોર્ટ છે. તાશકુરગન આ ક્ષેત્રમાં ચીનનું અંતિમ અગત્યનું શહેર છે. તાશકુરગન એરપોર્ટ રણનીતિક રીતે વખાન કોરિડોરની નજીક રહેશે જે ચીન અને અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને તજાકિસ્તાનને અલગ કરે છે.
સેનાની સાથે શસ્ત્રો ઝડપથી પહોંચશે
ચીન દ્વારા આ વિસ્તારોમાં સતત રેલવે, રસ્તા અને હવાઇ સફરના પાયાના ઢાંચાને સુધારવામાં આવી રહ્યા છે. જેનાથી મિલિટ્રી જવાનોની સાથે સામાન અને શસ્ત્રોને જલદીથી બોર્ડપ પર પહોંચાડી શકાય છે. તિબેટ અને શિનજિયાંગ પ્રાંત માટે ચીને 23 એયર રૂટ્સ ખોલી દીધા છે. આનાથી નવા રંગરૂટ અને ઓફિસરો વગેરેને તિબેટ અને શિનજિયાંગથી લઇ જઇ શકાય છે. તેની શરૂઆત 1 સપ્ટેમ્બરે થઇ હતી. ત્યારે 115 દિગ્ગજ ઓફિસર એક ચાર્ટેડ ફ્લાઇટથી શિગાત્સે હેપિંગ એરપોર્ટ(તિબેટ)થી ચેંગદૂ, સિચુઆન પ્રાંત પહોંચ્યા હતા.
તિબેટ પર કબ્જા પછીથી ચીન તેને સંપૂર્ણ રીતે પોતાના રંગમાં ઢાળવાની કોશિશ કરી રહ્યું છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Why is China a matter of concern for India?