



કોરોના મહામારીને લગતા પડકારો પહેલા જેવા જ છે. ઘણા તજજ્ઞોએ તહેવારોની મોસમ પછી ત્રીજી લહેરની આગાહી કરી છે. તેમજ કેન્દ્ર સરકારને રસીકરણની ગતિ ઝડપી બનાવવા અપીલ કરી હતી. આ તમામ મુદ્દાઓને જોતા કેન્દ્ર દ્વારા શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આરોગ્ય મંત્રાલય, ગૃહ મંત્રાલય અને પીએમઓના વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. તેમજ પીએમ મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર પીએમ મોદીને અધિકારીઓએ દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી હતી. આ સિવાય પીએમને આગામી દિવસોની તૈયારીઓથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, પીએમએ દેશમાં રસીકરણનો પ્રગતિ અહેવાલ પણ જોયો. તેમજ તેને હાઇ સ્પીડ પર ચાલુ રાખવા સૂચના આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં ઘણા તહેવારો હશે, તેથી એવી અપેક્ષા છે કે ગૃહ મંત્રાલય રાજ્યો માટે નવી માર્ગદર્શિકા જારી કરી શકે છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)