



નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 11 સપ્ટેમ્બરે શનિવારના રોજ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સરદારધામ ભવનનુ લોકાર્પણ અને સરદાર ધામ ફેઝ-2 કન્યા છાત્રાલયનુ ભૂમિપૂજન કર્યુ. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અધિકારી અને પદાધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત સમારંભમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલા, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ, ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા સહિતના આગેવોનો ઉપસ્થિત રહ્યા.સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આપણે ત્યાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની પૂજા કરવાની પરંપરા છે. સદભાગ્યે સરદારધામ ભવનની શરૂઆત ગણપતિ તહેવારના શુભ પ્રસંગે કરવામાં આવી રહી છે. ગઈકાલે ગણેશ ચતુર્થી હતી અને આજે આખો દેશ ગણેશ ઉત્સવ મનાવી રહ્યો છે. હું તમને બંને તહેવારોની ખૂબ શુભેચ્છા પાઠવુ છુ. હું પ્રેરણાદાયી લોખંડી પુરુષ સરદાર સાહેબના ચરણોમાં નમન કરુ છુ અને તેમને શ્રદ્ધાંજલિ આપુ છુ.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Prime Minister Narendra Modi e-dedicates Sardardham