



જમ્મુ પહોંચેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે જ્યારે હું જમ્મુ-કાશ્મીર આવું છું, મને લાગે છે કે હું ઘરે આવી ગયો છું. મારા પરિવારનો જમ્મુ-કાશ્મીર સાથે જૂનો સંબંધ છે. રાહુલે ‘જય માતા દી’ના જયઘોષથી પાર્ટી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો.
ત્યાર બાદ મીડિયાને મિત્રો શબ્દથી સંબોધન કર્યું, પછી તંજ કસતા કહ્યું કે મેં મિત્રો શબ્દથી સંબોધન તો કરી દીધું પણ આ મિત્રો જેવા કામ નથી કરતા. આ આપણા મિત્રોનું કામ ન કરીને તેમના મિત્રોનું કામ કરે છે.
આ સરકારે જમ્મુ-કાશ્મીરના ભાઈચારા પર આક્રમણ કર્યું રાહુલ ગાંધીએ કહ્યું કે હું એક મહિનામાં બે વાર જમ્મુ-કાશ્મીર આવ્યો છું અને ટૂંક જ સમયમાં લદ્દાખ પણ જવા માંગુ છું. મેં શ્રીનગરમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં આવતા જ મને લાગે છે કે હું ઘરે આવ્યો છું. આ પ્રદેશ (યૂટી) પહેલા રાજ્ય હતું, તેનો મારા પરિવાર સાથે જૂનો સંબંધ છે.
અહીં આવીને મને ખુબ ખુશી થાય છે. પણ દુઃખ એ વાતનું છે કે જે તમારી સંસ્કૃતિ છે, તેને ભાજપ અને આરએસએસ તોડવાનું કામ કરી રહી છે. આ સરકારે જમ્મુ-કાશ્મીરના ભાઈચારા પર આક્રમણ કર્યું છે.રાહુલ ગાંધીએ કહ્યું કે માતા વૈષ્ણો દેવીના ધામમાં દુર્ગાજી, લક્ષ્મીજી અને સરસ્વતીજી વિરાજમાન છે. દુર્ગા એ શક્તિ છે જે રક્ષા કરે છે. લક્ષ્મીજી લક્ષ્યને પુરું કરે છે અને સરસ્વતીજી જ્ઞાન આપે છે. આ ત્રણેય શક્તિઓ જ્યારે ઘર અને દેશમાં હોય છે તો પ્રગતી થાય છે.
જીએસટી, નોટબંધી અને ખેડૂતો માટે લાવવામાં આવેલા કાયદાથી ભારતમાં માતા લક્ષ્મીની શક્તિ ઘટી છે. હિન્દુસ્તાનના દરેક સંસ્થાનમાં આરએસએસના લોકો બેસાડવામાં આવ્યા છે, જેનાથી માતા સરસ્વતીની શક્તિ ઘટી છે. લોકોએ ભાજપને સવાલ પૂછવો જોઈએ કે માતાની શક્તિઓને તમે કેમ નષ્ટ કરી રહ્યા છો.
હું અને મારો પરિવાર કાશ્મીરી પંડિત, અમારા ભાઈઓની અમે મદદ કરશું
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
I am a Kashmiri Pandit: Rahul Gandhi