



ગણપતિની સ્થાપના દસ દિવસ સુધી રહે છે જ્યારે ઘણા લોકો ગણપતિ વિસર્જન 10 દિવસ પહેલા પણ કરતા હોય છે ત્યારે રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ સ્થળોએ સ્થાપના કરાયેલ ભગવાન ગણેશની મૂર્તિનુ વિસર્જન કરવા અંગે રાજકોટના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઠક્કરે નીચે મુજબના પ્રતિબંધક આદેશો જાહેર કર્યા છે. પર્યાવરણની જાળવણી કરવા, જળસ્ત્રોતોમાં થતું પ્રદૂષણ અટકાવવા, જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી કરવા અને જળ સૃષ્ટિ પર વિપરીત અસર થતી અટકાવવાના હેતુસર આ આદેશો જારી કરાયા છે, જે મુજબ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વગર ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવુ નહીં, સક્ષમ સ્થાનિક સત્તામંડળે મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈ પણ જગ્યાએ મૂર્તિ વિસર્જન કરવું નહીં, પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળ સ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી કે કૂવામાં મૂર્તિ વિસર્જન કરવું નહીં.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: No religious procession without prior permission: Additional District Magistrate