



ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના વિવિધ ૧૮ પડતર પ્રશ્નો ન ઉકેલાય તો હવે આગામી તા.૨૩ સપ્ટેમ્બરથી રાયવ્યાપી એસટી બસ હડતાલનું એલાન કર્મચારી મહામંડળ, ભારતીય મઝદુર સઘં (બીએમએસ) સહિતના નિગમના ત્રણેય માન્ય યુનિયનો દ્રારા આપવામાં આવ્યું છે. આંદોલનાત્મક કાર્યક્રમો તા.૧૬ સપ્ટેમ્બરથી શ કરાશે જેમાં વિવિધ કાર્યક્રમોના અંતે તા.૨૩મી સપ્ટેમ્બરે ડ્રાઇવર–કંડકટર સહિતના તમામ કર્મચારીઓ દ્રારા માસ સીએલનું એલાન કરવામાં આવ્યું છે ત્યારબાદ પણ જો પ્રશ્નોનો નિકાલ કરવાં અંગે કાર્યવાહી ન કરાય તો અચોક્કસ મુદત સુધી તમામ કર્મચારીઓ સ્વયંભૂ માસ સીએલ પર જશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
ST bus strike announced