About 300 small and big Ganpati Mahotsav organized in Rajkot
Aastha Magazine
About 300 small and big Ganpati Mahotsav organized in Rajkot
રાજકોટ

રાજકોટમાં નાનામોટા 300 જેટલા ગણપતિ મહોત્સવના આયોજન

રાજકોટ શહેરમાં નાનામોટા 300 જેટલા ગણપતિ મહોત્સવના આયોજનમાં
વિધિવત સ્થાપન કરવામાં આવ્યું છે જેમાં વાજતે ગાજતે રાજકોટવાસીઓએ વિઘ્નહર્તા દેવનું સ્થાપન કરી લોકોના દુઃખ દર્દ અને વિઘ્ન દૂર કરી સમાજમાં શાંતિ અને સમૃધ્ધિ આવે તે માટે પ્રાર્થના કરી છે..

રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી બાદ ગણેશ ઉત્સવ ઉજવવા માટે નિયમોને આધીન મંજુરી આપતા આજે ઠેર ઠેર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે મહત્તમ 4 ફૂટ સુધી મૂર્તિ માટે છૂટ આપતા 1 ફૂટ થી લઇ 4 ફૂટ સુધી અલગ અલગ મૂર્તિ સ્થાપન કરવામાં આવ્યું છે. આજે રાજકોટમાં વર્ષો થી ત્રિકોણ બાગ ખાતે થતા સાર્વજનિક ત્રિકોણ બાગ કા રાજા , રાજકોટ કા રાજા , સર્વેશ્વર ચોક કા રાજા સહીત નાના મોટા 300 જેટલા ગણેશ મહોત્સવના આયોજન કરવામાં આવ્યા છે જેમાં 10 દિવસ બાપાની પૂજા અર્ચના કરી ગુજરાત દેશ અને દુનિયામાંથી કોરોના નામનો વાયરસ દૂર થાય તે માટે પ્રાર્થના કરવામાં આવશે.

આ ઉપરાંત ઘર , ઓફિસ , સોસાયટી અને એપાર્ટમેન્ટમાં કુલ 3 , 5 અને 7 દિવસ માટે વિધ વિવિધ વિસ્તારમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
About 300 small and big Ganpati Mahotsav organized in Rajkot

Related posts

કોરોનાની ત્રીજી લહેર શાંત પડ્યાની આશા શહેરીજનો સેવી રહ્યા છે

aasthamagazine

રાજકોટ : મનપા તમામ સેવાઓ માટે વોટ્સએપ નંબર જાહેર કરશે

aasthamagazine

રાજકોટ : જાહેરનામાનું પાલન કરીને ભાવિકો ગણેશ વિસર્જન કરી શકશે

aasthamagazine

Speed News – 02/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટના આજીડેમને ફરી સૌની યોજનાથી નર્મદાનાં પાણી પર આધાર રાખવો પડશે

aasthamagazine

રાજકોટ : ઠેર ઠેર મોટા મોટા ખાડા : ખાડા નગરી : રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય : થૂંકના સાંધા

aasthamagazine

Leave a Comment