Jamnagar: Hindu Sena's decision to set up a statue of Nathuram Godse shakes hands
Aastha Magazine
Jamnagar: Hindu Sena's decision to set up a statue of Nathuram Godse shakes hands
Other

જામનગર : નથુરામ ગોડસે ની પ્રતિમા સ્થાપવા હિન્દુસેના ના નિર્ણય થી હડકંપ

ગુજરાત ના સૌરાષ્ટ્ર પંથક માં આવેલ જામનગર શહેર માં નથુરામ ગોડસે ની પ્રતિમા મુકવાનો હિન્દૂ સેના એ નિર્ણય કરતા ભારે ચકચાર મચી ગઈ છે. મહાત્મા ગાંધીજીની હત્યામાં ફાંસી ની સજા પામેલા નથુરામ ગોડસેની પ્રતિમા જામનગરમાં મુકવાનો વિવાદાસ્પદ નિર્ણય હિન્દુ સેનાએ લેતા મામલે ભારે હોબાળો મચ્યો છે. જામનગરમાં દ્વારકાધીશજીના મંદિરમાં મળેલી હિન્દુ સેનાના ના કાર્યકરો ની બેઠક માં નથુરામ ગોડસેના જીવન ચરિત્ર પર ચર્ચા વિચારણા બાદ આજની પેઢી ને તે અંગે જાગૃત કરવા માટે ગોડસેની પ્રતિમા મુકવાનો નિર્ણય કરાયો હોવાનું હિન્દુ સેના નું માનવું છે.
જામનગરના દ્વારકાધીશ મંદિરમાં બુધવારે રાત્રે હિન્દુ સેનાની મળેલી બેઠકમાં આગામી 15 નવેમ્બર 2021ના રોજ નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે જામનગરમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લેવાતા ચકચાર મચી ગઈ છે. આ બેઠકમાં ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ, સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયુર પટેલ, રાજદીપ ગોહિલ, ભાવેશ ઠુંમર, યોગેશ અમરેલીયા, ધીરેન નંદા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.
નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી 30 સભ્યો ની વિશેષ કમિટી બનાવીને તમામ ને જુદીજુદી જવાબદારી સોંપવામાં આવી છે. આગામી તા.15મી નવેમ્બરે ગોડસે ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે એ પહેલા રાષ્ટ્ર તેમજ ધર્મ પ્રત્યેની તેમની વિચારધારાથી સમાજને જાગૃત કરવા અને જામનગરમાં પ્રતિમા ક્યાં સ્થાપિત કરવી તે જગ્યા નક્કી કરવા અને પ્રશાસન આમાં અવરોધ ઉભો કરશે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Jamnagar: Hindu Sena’s decision to set up a statue of Nathuram Godse shakes hands

Related posts

21 ફેબ્રુઆરીથી હાઇકોર્ટ સહિત જિલ્લાની કોર્ટ પ્રત્યક્ષ શરૂ થશે

aasthamagazine

કેન્દ્ર સરકારના પેન્શનરોને મોદી સરકારે દિવાળીની ભેટ આપી

aasthamagazine

આર્યનને જામીન મળ્યા બાદ ખુશીમાં રડી પડ્યો શાહરુખ ખાન

aasthamagazine

સુપ્રીમ કોર્ટના 9 નવા જજે શપથ લીધા

aasthamagazine

પોરબંદર : દરિયામાં રાષ્ટ્રધ્વજને આપી સલામી

aasthamagazine

રાજસ્થાનમાં નીટ પરીક્ષા 2021નુ પેપર લીક કરી દેવામાં આવ્યુ

aasthamagazine

Leave a Comment