India to get single dose vaccine
Aastha Magazine
India to get single dose vaccine
આરોગ્ય

ભારતને મળશે સિંગલ ડોઝ વેક્સીન

સિંગલ ડોઝની વેક્સીન ટૂંક સમયમાં જ હવે પ્રાપ્ત થઈ જશે. આ વેક્સીન આગામી મહિનાથી દેશમાં ઉપલબ્ધ થશે. જાણવા મળ્યું છે કે આવતા અઠવાડિયે વેક્સીનની પ્રથમ બેચ પરીક્ષણ માટે કસૌલીની સેન્ટ્રલ લેબોરેટરીમાં પહોંચશે.

જોનસન એન્ડ જોનસન ફાર્મા કંપનીએ આ સિંગલ ડોઝ વેક્સીન તૈયાર કરી
છે. તાજેતરમાં કંપનીને ભારત સરકાર તરફથી ઈમરજન્સી
ઉપયોગ માટે પરવાનગી મળી ચુકી છે. હાલમાં
કંપનીને વેક્સીનની આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની બાયોલોજિક ઇ સાથે કરાર હેઠળ, આગામી દિવસોમાં તેનું ઘરેલુ ઉત્પાદન પણ શરૂ થઈ જશે.

ઘરેલું ઉત્પાદન માટે ફરી લેવી પડશે મંજુરી
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે
જોનસ એન્ડ જોનસનને ઘરેલું ઉત્પાદન માટે ફરીથી મંજુરી મેળવવી પડશે. આ વેક્સીનનો એક ડોઝ પુરતો છે અને આ રસીની પ્રથમ બેચ આગામી એક સપ્તાહની અંદર ગમે ત્યારે ભારત આવી શકે છે. બતાવાયુ છે કે તાજેતરમાં પુણે સ્થિત લેબને પણ વેક્સીન ચકાસણી માટે માન્યતા મળી છે. આ સુવિધા દેશમાં ત્રણ લેબમાં ઉપલબ્ધ છે.

શાળા ખોલવા માટે બાળકોનું રસીકરણ જરૂરી નથી

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
India to get single dose vaccine

Related posts

Speed News – 30/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

કોરોનામાં રાહત મળ્યા બાદ ફરી મૃતકોની સંખ્યામાં વધારો

aasthamagazine

કોરોના પછી હવે જીવલેણ નિયોકોવ વાયરસએ આપી દસ્તક

aasthamagazine

અમદાવાદ શહેરમાં કોવિડ સેન્ટરના બેડ ઝડપથી ભરાવવા માંડ્યા

aasthamagazine

ગુજરાત : વિદ્યાર્થીઓને વેક્સિનેશન શરૂ : આજથી રજીસ્ટ્રેશન

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 28/02/2022

aasthamagazine

Leave a Comment