



રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના લીધેલા સેમ્પલની તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં ચાલી રહેલી ચોમાસાની સિઝનમાં બિમારીઓ વધુ ના ફેલાય તે માટે કોર્પોરેશન દ્વારા એક્શન લેવામાં આવી હતી. જેમાં ગઈકાલે પાણીપુરીના ફેરીયાઓ, લારીઓ અને 20 જેટલી દુકાનોમાં દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી.ચકાસણી દરમિયાન પાણીપુરીની દુકાનોમાંથી લેવાયેલા પાણી અને મસાલાના તમામ નમૂનાઓ ફેઇલ થયા હતા અને આ સેમ્પલમાં લોકોને બિમાર પાડી દે તેવા ‘ઇ-કોલીના’ બેકટેરીયાની હાજરી હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આ પાણી ખાવાથી ઝાડા-ઉલ્ટી, ફૂડ પોઇઝનિંગ અને આંદરડામાં ચાંદા પડતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ઇ કોલોની બેક્ટેરીયા એટલે એવા બેક્ટેરીયા જે પાણીમાં જોવા મળતા હોય છે. સામાન્ય રીતે ઝાડા ઉલટીના કેસ જોવા મળતા હોય છે ત્યારે પાણીના નમૂના લેવામાં આવે છે જેમાં આ પરીક્ષણ કરવામાં આવે છે. આરોગ્ય વિભાગે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ વિક્રેતાઓ જે પાણીનો ઉપયોગ કરી રહ્યા હતા તે પાણી પીવા લાયક પાણી નથી. સાથે સાથે પાણીનો સંગ્રહ જેમાં કરતા હોય છે તે વાસણ પણ સ્વચ્છ ન હોય તો પણ આ બેક્ટેરીયા જોવા મળે છે ટૂંકમાં આ પાણીપુરી ખાવાથી બિમારીને સીધું જ નોતરૂ આપવા જેવું છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. હાલ જે વિક્રેતાઓના પાણીના નમૂના ફેઇલ થયા છે તેની સામે ફુડ એન્ડ સેફ્ટી સ્ટાર્ડટ એક્ટ હેઠળ કાર્યવાહી થશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: Panipuri hawkers reported presence of ‘E-coli’ bacteria that make people sick