



રાજકોટ મહાનગરપાલિકાએ વેરાબિલ, વિવિધ પ્રકારના ફોર્મ તેમજ જન્મ-મરણના પ્રમાણપત્રો સહિતની કામગીરી ઓનલાઈન કરી દીધી છે. મનપાની વેબસાઈટ પર આ બધી સેવાઓ છે આ ઉપરાંત અન્ય ખાતાકીય કામગીરી માટે એપ્લિકેશન પણ શરૂ કરી છે જેને પરિણામે હવે મનપામાં વેરા ભરવામા આવે છે તેમાં અડધાથી વધારે હિસ્સો ઓનલાઈન પેમેન્ટથી થાય છે. આનાથી પણ એક ડગલું આગળ જવા નક્કી કરાયું છે જેમાં માત્ર વોટ્સએપ પરથી જ તમામ સેવાઓ મળી રહેશે.
આરએમસી ઓન વોટ્સએપ સેવામાં મનપા એક વોટ્સએપ નંબર જાહેર કરશે. આ નંબર પર જો કોઇ મેસેજ કરે અને તે નંબર જો એકપણ વખત મનપાની કોઈપણ સેવા માટે ઉપયોગમાં લેવાયો હશે તો આપમેળે રજિસ્ટર્ડ થયેલો હશે અને તે નંબર પર મેળવેલી તમામ સેવાઓ લિંક થઈ જશે.
નંબર પર મેસેજ કરતા જ મુખ્ય મેનુ ખૂલશે અને તેમાં માત્ર 1,2, 3 એવા જ ઓપ્શનથી રિપ્લાય આપવાનો રહેશે જેમ કે મુખ્ય મેનુમાં ઓનલાઈન સર્વિસ સિલેક્ટ કરતા જેવી કે વેરો ભરવો, પ્રમાણપત્રો મેળવવા તેમજ સ્પોર્ટસ એક્ટિવિટી આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ તેમની સૌથી નજીક છે કારણ કે, તેનો સૌથી વધુ ઉપયોગ થવાનો છે.
વોટ્સએપ સેવાનું ટ્રાયલ કરાયું
રાજકોટ મહાનગરપાલિકામાં જે-તે વ્યક્તિના રજિસ્ટર્ડ થયેલા નંબર પર મેસેજ કરતા જ મુખ્ય મેનુ ખૂલશે તેમાં જવા માટે 1, 2, 3 એવા ક્રમથી જ રિપ્લાય આપતા તમામ સેવા મળી રહેશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: Municipal Corporation of India will announce WhatsApp number for all services