The current crisis of scarcity in Kutch has eased
Aastha Magazine
The current crisis of scarcity in Kutch has eased
સૌરાષ્ટ્ર-કચ્છ સમાચાર

કચ્છમાં હાલ પૂરતું અછતનું સંકટ હળવું બન્યું

ભુજ તાલુકાના દેશલપરમાં બપોર બાદ એક કલાકમાં એક ઇંચ વરસાદથી ગામની શેરીઓમાં જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં.બીજી તરફ પંચરંગી શહેર ગાંધીધામમાં ભુજની જેમ ભારે બફારા બાદ ગત રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થઇ હતી. જોરદાર વરસાદી ઝાપટાંને કારણે જુદા જુદા વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી ભરાઇ ગયાં હતાં. અંજાર શહેરમાં દિવસ દરમ્યાન ઝાપટાંઓનો દોર યથાવત્ રહ્યો હતો અને૧૯ મિમિ પાણી પડ્યું હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતા. માંડવીમાં અઢી ઇંચ, ગાંધીધામમાં એક, નખત્રાણા અને અંજારમાં પોણો, ભુજ, ભચાઉ, મુન્દ્રા અને દયાપરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો તેમજ સીમાવર્તી લખપત તાલુકાને બાદ કરતાં બાકીના ૯ તાલુકામાંથી હાલ પૂરતું અછતનું સંકટ હળવું બન્યું છે.પૂર્વ કચ્છના ભચાઉમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ અડધો ઇંચ કૃપા થઇ હતી તો તાલુકાના
કાંઠાળ પટ્ટીના જંગી, વાઢિયા, લાલિયાણા, સામખિયાળીમાં ગાજવીજ સાથે વરસાદ આવતા ઠંડક પ્રસરી હતી.આ ઉપરાંત સીમાવર્તી રાપર પંથકમાં પણ ભારે ઝાપટાંઓનો દોર વણથંભ્યો ચાલુ રહ્યો હતો.
બંદરીય નગર માંડવી અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વર્ષારાણીનું આગમન થયું હતું અને બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસ્યો હતો. દરશડીમાં એક કલાકના ગાળામાં દોઢેક ઇંચ તોફાની વરસાદ વરસ્યો હતો. બિદડા, ખાખર, તલવાણા,કોડાય, લાયજા, મેરાઉ,ગોધરા,ફરાદી, ભાડિયા,પીપરી સહિતના મથકોમાં ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો.લખપતના દયાપરમાં પોણો ઇંચ જેટલું પાણી વરસ્યું હતું.નરા,મેઘપર, હરોડા,ઝારા, ઝુમારા,ખટિયા, સિયોત, લાખપર, ઘડુલી, પુનરાજપુર, કોટડા મઢ, મુધાન, કોરિયાણી, માતાના મઢ, ભાડરા, આશાપર, સાયણ, આશાલડી, રાવરેશ્ર્વર, સુભાષપર, બીટિયારી, નારાયણસરોવર, કોટેશ્ર્વર, ગુવર, કનોજ, પીપર સહિતનાં ગામોમાં ઝાપટાથી લઇ એક ઇંચ જેટલી મહેર થઇ હતી. મુન્દ્રા તાલુકાનાનવીનાળ ગામે મોડી સાંજે કાળ બનીને ત્રાટકેલી આકાશી વીજળી છ બકરીઓને ભરખી ગઈ હતી

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
The current crisis of scarcity in Kutch has eased

Related posts

Speed News – 02/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

ગિરનાર ઉપર 3.5 અને નલિયામાં 4.2 ડીગ્રી ઠંડી

aasthamagazine

જામનગર : 3 કલાકમાં 10 ઈંચ વરસાદ

aasthamagazine

Leave a Comment