



હવામાન ખાતાના રીપોર્ટ પ્રમાણે પશ્ચી મ મધ્યપ્રદેશ તથા તેને લાગુ પૂર્વીય રાજસ્થાનમાં લો-પ્રેસર નબળુ પડયુ છે. જોકે 7.6 કિલોમીટરના લેવલે સાયકલોનિક સરકયુલેશન યથાવત છે. 3.1 કિ.મી.થી પ.8 કિ.મી.નો ટ્રક ઉત્તર પૂર્વીય અરબી સમુદ્રથી દક્ષિણ ગુજરાત, દક્ષિણ મધ્યપ્રદેશ થઇને ઉતરીય ઓડિશા સુધી લંબાય છે.
આ સિસ્ટમના પ્રભાવ હેઠળ મોટા ભાગના સ્થળોએ મેઘસવારી ચાલુ રહી શકે છે. સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં ભારેથી અતિભારે તથા દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં 40 થી પ0 કિ.મી.ની ઝડપે તોફાની પવન સાથે ભારે વરસાદ થવાની શકયતા છે. આ ઉપરાંત શનિવારે સવાર સુધીમાં જોર ઓછું થવા લાગશે અને મુખ્યત્વે અમરેલી, ભાવનગર તથા ગીર સોમનાથ જીલ્લામાં જ વરસાદ થવાની શકયતા છે.
હવામાન ખાતાના રીપોર્ટ પ્રમાણે હવે સૌરાષ્ટ્રમાં ક્રમશ: વરસાદનું જોર ઓછું થઇ શકે છે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Cloudburst can continue in most places under the influence of the system