



પોલીસે સાર્વજનિક ગણેશોત્સવના આયોજકોને મજુરી સાથે નિયમનું ચુસ્તપણે પાલન કરવા સુચના આપી છે.પોલીસે જાહેર કરેલા નિયમ મુજબ સાર્વજનિક ગણેશોત્સવના પંડાલમાં 4 ફૂટની માટીની મૂર્તિ તેમજ લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી સ્થાનિક પોલીસ મથક માંથી લેવાનું સૂચન કર્યું હોય શહેરના અલગ અલગ સાર્વજનિક ગણેશોત્સવના આયોજકોએ સ્થાનિક પોલીસ મથકમાં અરજી કરી હોય જેમાં કુલ 152 થી વધુ સાર્વજનિક ગણેશોત્સવના આયોજકોને મંજુરી આપવામાં આવી છે. પોલીસે આયોજકોને કરેલ સુચન મુજબ ગણેશ પંડાલ શક્ય હોય તેટલા નાના રાખવા અનુરોધ કરાયો છે દર્શનાર્થીઓ ગોળ કુંડાળું કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. પૂજા, આરતી સહિત પ્રસાદ વિતરણ કરવાની પરવાનગી આપવામાં આવી છે. સાર્વજનિક ગણેશોત્સવના આયોજકોએ મ્યુનિસિપિલ દ્વારા બનાવેલા કુત્રિમ કુંડમાં જ ગણેશનું વિસર્જન કરવું પડશે.ગણેશ વિસર્જન માટે માત્ર એક જ વાહનમાં 15 વ્યક્તિ જોઈ શકશે. ઘરે ગણપતિની સ્થાપના કર્યા બાદ વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. વિસર્જનના ચોક્કસ રૂટ અંગે પણ આયોજકોએ નામ સરનામાં સાથેની વિગતો આપીને પરમીટ મેળવવી પડશે. કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરવાનું રહેશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ એસ,ઓ.પીનું પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે રાજ્યના 8 મહાનગરોમાં ગણેશોત્સવ દરમ્યાન રાત્રે 11 વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે આજથી તા.19 મી સપ્ટેમ્બર સુધી 8 મહાનગરોમાં રાત્રિ કરફયુનો અમલ રાત્રે 12 વાગ્યાથી કરાશે. રાજકોટ શહેરમાં અલગ અગલ વિસ્તારોમાં સાર્વજનિક ગણેશોત્સવના આયોજનો કરવામાં આવતા હોય જે તમામને જે-તે વિસ્તાસના પોલીસ મથકે મંજુરી માટે જણાવ્યું હોય પોલીસ મથકે આવેલી અરજીને મંજુરી આપવામાં આવી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: The Commissioner of Police has issued a notification for the organizers of Ganesh Mahotsav.