



જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની મોડી સાંજે ફરીથી એન્ટ્રી થઈ છે. જામનગર શહેરમાં ગઇકાલે સાંજે ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હોવાથી નગરજનો ખુશખુશાલ થયા છે. બે ઇંચ જેટલું પાણી પડી ગયું છે. આ ઉપરાંત કાલાવડ,ધ્રોળ અને જોડિયા પંથકમાં પણ બપોર બાદ ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, ઉપરાંત ચેકડેમોમાં પણ નવા પાણીની આવક શરૂ થઇ છે.
જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાના વિરામ પછી આજે મોડી સાંજે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો. જામનગર શહેરમાં બપોર પછી ભારે ગાજવીજ ના અંતે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેથી નગરજનો ખુશખુશાલ થયા હતા. દોઢ કલાકના સમયગાળા દરમિયાન બે ઇંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઉપરાંત મેઘસવારી અવિરત ચાલુ રહી છે. આજે સવારે પણ વરસાદ સતત વરસતો રહ્યો હતો. જેને લઇને શહેરના રાજમાર્ગો ઉપર લોકોની અવર-જવર પાંખી જોવા મળી હતી. વરસાદને લઇને અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
જામનગર શહેર ઉપરાંત કાલાવડ પંથકમાં પણ બપોર બાદ વરસાદી વાતાવરણ બન્યું હતું, અને 42 મી.મી વરસાદ વરસી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઉપરાંત જોડીયામાં 77 મી.મી. અને ધ્રોલમાં 67 મીમી વરસાદ નોંધાયો છે. જયારે લાલપુરમાં 34 મીમી વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ જામજોધપુરમાં માત્ર 15 મીમી જ નોંધાયો છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Three inches of rain in Jamnagar district