



ગાંધીનગરમાં આજે સવારથી વરસાદી માહોલ છવાયો હતો, પરંતુ વરસાદે હાથ તાળી આપી દીધી હતી. જોકે, બપોર 1 વાગ્યા પછી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે બે વાગ્યાથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. વરસાદની બેટિંગ શરૂ થતાં સાબરમતી નદીમાં પાણી આવ્યું નથી, પરંતુ નદી પર બનાવેલા પુલ પર વરસાદી પાણી ફરી વળતા તંત્રની પોલ ખુલી જવા પામી છે.
ગાંધીનગરમાં મેઘરાજાએ વાદળોનાં ગળગળાટ વચ્ચે પધરામણી કરી દીધી છે. ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે જ્યારે અમુક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ બુધવારે સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટનો અહેસાસ કરી રહ્યા હતા. અને સાંજ પડતાં વરસાદ શરૂ થયો હતો. તેમજ રાત્રીના આઠથી દસ વાગ્યા સુધીમાં મન મૂકીને મેહુલો વરસ્યો હતો.
આજ સવાર સુધી વરસાદે વિરામ લઈ લીધો હતો, જેમ જેમ દિવસ આગળ વધતો જઈ રહ્યો છે તેમ તેમ આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા છે. આકાશમાંથી વાદળોનો સ્પષ્ટ ગળગળાટની અનુભૂતિ કરી રહ્યા છે. બપોર એક વાગ્યાથી ગાંધીનગરમાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે. જેનાં કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Gandhinagar: The pole of the rainwater reclamation system could be opened