Dwarka: Heavy rains hit city
Aastha Magazine
Dwarka: Heavy rains hit city
Other

દ્વારકા : ભારે વરસાદ વરસતા શહેર થયું “પાણી પાણી”

દ્વારકામાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત મોડી રાત્રે 6 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે રાહદારીઓ સહિત અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગત રાત્રીના સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને ઈસ્કોન ગેટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાય જવાની સમસ્યાથી રાહદારીઓ સહિત અનેક વાહનચાલકોને હાલાકી પડી હતી.

જોકે, દ્વારકામાં દર વર્ષે પાણી ભરાઇ જતા હોય, ત્યારે વરસાદના કારણે દ્વારકાના ઇસ્કોન ગેટ અને ભદ્રકાળી ચોક સહિતના વિવિધ વિસ્તારમાં ગોઠણ ડૂબ પાણી ભરાતા કેટલાક વાહનો બંધ પડી ગયા હતા. દર વર્ષે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જવાની સમસ્યાના કારણે સ્થાનિકોના હાલ બેહાલ થયા છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Dwarka: Heavy rains hit city

Related posts

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અગ્રણીનો આપઘાત

aasthamagazine

એસટી બસનું ૨૩મીએ હડતાલનું એલાન

aasthamagazine

અયોધ્યાને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી

aasthamagazine

ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે ટેસ્ટમાંથી છુટકારો

aasthamagazine

સૌરાષ્ટ્ર : હજુ આગામી 48 કલાક ભારે રહેશે

aasthamagazine

દુબઈના રાજા રાશિદને કોર્ટનો આદેશ, પત્નીએ 5500 કરોડ ચૂકવવા પડશે

aasthamagazine

Leave a Comment