



19 વર્ષની વયે મહિલા કોમર્શિયલ પાઈલોટ બનનાર સુરતના ઓલપાડની કિસાન દીકરી અને ગુજરાતનું ગૌરવ શ્રી મૈત્રિ પટેલને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અભિનંદન આપીને સફળ કારકિર્દી માટે ગાંધીનગર ખાતે શુભેચ્છાઓ આપી હતી.ઉલ્લખનીય છે કે, ઓલપાડના શેરડી ગામના મુળ વતની અને હાલમાં ઓલપાડ ખાતે રહેતા ખેડૂત કાંતિભાઈ પટેલની દીકરી મૈત્રિએ સુરતમાં ધોરણ બારનો અભ્યાસ કર્યો હતો. અમેરિકામાં કુલ 18 માસની પાઈલોટની તાલીમ માત્ર 11 મહિનામાં સફળતાપૂર્વક પૂર્ણ કરીને કોમર્શિયલ વિમાન ઉડાવવા માટેનું 19 વર્ષની વયે લાયસન્સ મેળવીને ભારતમાં સૌથી નાની ઉંમરની પાઈલોટ બનવાની સિદ્ધિ મેળવી હતી.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Maitri, daughter of farmer Kantibhai Patel, is a 19-year-old female commercial pilot