Government gives permission to play DJ in religious and social occasions
Aastha Magazine
Government gives permission to play DJ in religious and social occasions
ગુજરાત

ધાર્મિક, સામાજિક પ્રસંગોમાં ડી.જે વગાડવાની સરકારે આપી મંજૂરી

રાજ્યમાં ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ડીજે અને બેન્ડવાજા વગાડવા સરકારે મંજૂરી આપી છે. ગૃહ વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો હતો. કોરોના ગાઈડ લાઈનના આધારે ડી જે ની મંજૂરી મળી શકશે. તે સિવાય પરિપત્ર અનુસાર 15 વ્યક્તિની મર્યાદામાં ગણેશ વિસર્જન અને સ્થાપના કરી શકાશે.તે સિવાય સરકારે જાહેરાત કરી હતી કે સામાજિક કે ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો 400 લોકોની ઉપસ્થિતિ કરી શકાશે. તે સિવાય ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 લોકોની હાજરીને મંજૂરી આપવામાં આવશે. રાજકીય કાર્યક્રમો માટે પણ ડીજે ને મંજૂરી મળી શકશે.
ગૃહ વિભાગે પરિપત્રમાં જણાવ્યું હતું કે ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ અને બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના મહત્તમ 50 ટકા વ્યક્તિઓ એકત્રિત રહી શકશે. ગણેશ મહોત્સવ સંબંધમાં ગૃહ વિભાગના તા 26 ઓગસ્ટ 2021ના હુકમની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જે અનુસાર ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફત સ્થાપન અને વિસર્જન કરી શકાશે. ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ડી.જે વગાડવાની જો મંજૂરી માંગવામાં આવશે તો કોરોના ગાઇડલાઇનના પાલન સાથે મંજૂરી આપવામાં આવશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Government gives permission to play DJ in religious and social occasions

Related posts

Speed News – 03/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી

aasthamagazine

ગુજરાતમાં માવઠાનું વધુ એક સંકટ, આગામી 21 જાન્યુઆરીએ વરસાદની આગાહી

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ

aasthamagazine

નગરપાલિકાઓને વિકાસ કામોના પેરામિટર્સના આધારે સ્ટાર રેન્કીંગ અપાશે

aasthamagazine

જાહેરનામું : જાહેર સ્થળોએ માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત

aasthamagazine

Leave a Comment