



રાજકોટ માં ઝરમર વરસાદ વરસતો હતો ત્યાર બાદ તડકો . મિશ્ર વાતાવરણના કારણે અસહ્ય બફારાનું પ્રમાણ વધ્યું હતું. બાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની ઇનિંગ શરુ થઈ હતી. જેમાં રાજકોટ માં 15 મિનિટમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું હતું ..સમગ્ર શહેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ઘણા વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઈ હતી . તેમજ લોકો એ ગરમીમાંથી રાહત મેળવી હતી .ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તેમજ રસ્તાઓ પર પાણી ભરાયા હતા.150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, મવડી, મોટા મવા, નાના મવા, ઢેબર રોડ, રેસકોર્સ, પારેવડી ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, આજીડેમ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતા વિઝિબિલિટી ઘટી હતી
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: One inch rain in 15 minutes with lightning