



અંબાજીનો પરંપરાગત ભવ્ય મેળો નહીં યોજાય તેવું સુત્રો જણાવી રહ્યા છે. મળતી વિગતો અનુસાર કોરોના ત્રીજી લહેરની આશંકા છે અને આ વર્ષે રાજ્યમાં કોઈપણ પ્રકારના લોકમેળાને પરવાનગી આપવામાં આવી નથી ત્યારે અંબાજીમાં યોજાતો આ ભાદરવી પૂનમનો મેળો પણ યોજાય તેવી કોઈ સંભાવના નથી. જો કે આ બાબતે હાલ રાજ્ય સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.રાજ્યમાં છેલ્લા બે વર્ષથી તમામ મોટા આયોજનો બંધ છે. રાજ્ય સરકાર પણ આવા આયોજનો પર સતત નજર રાખી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના અંબાજી ખાતે યોજાતા મેળામાં લાખો લોકો પહોંચે છે. શક્તિપીઠ અંબાજી લાખો લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે અને ભાદરવી પૂનમે લાખો લોકો પગપાળા અંબાજી પહોંચે છે. ત્યારે રાજ્ય સરકાર આ વર્ષે પણ કોરોનાની ગંભીર સ્થિતીને જોતા મેળો યોજવાની પરવાનગી આપે તેવા કોઈ સંજોગો હાલ દેખાતા નથી.જો કે, ભાદરવી પૂનમે મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રાખવાની સરકાર વિચારણા કરી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. હાલની વાત કરીએ તો રોજ અંબાજી મંદિરે 40 હજારથી વધુ લોકો દર્શન કરે છે. કોરોના ગાઈડલાઈન સાથે દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિરને ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. પરંતુ હવે સરકાર માટે મોટો પ્રશ્ન એ થઈ શકે છે કે ભાદરવી પૂનમે લાખો લોકો અંબાજી આવતા હોય છે. ત્યારે તે વ્યવસ્થાના મોટા પ્રશ્નો સર્જાઈ શકે છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે સરકાર આગામી દિવસોમાં મંદિર ખુલ્લુ રાખવા અને મેળાને લઈને શું જાહેરાત કરે છે. રાજ્ય સરકાર આ બાબતે ટુંક સમયમાં પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Ambaji’s Bhadarvi Poonam fair will not be held