



ત્રીશ્રી જયેશભાઈ રાદડિયા અને મેયરશ્રી પ્રદિપભાઇ ડવના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 97 શિક્ષક શિલ્પાબેન ડાભી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે તેમની જિલ્લા તથા કોર્પોરેશનના શિક્ષકોમાંથી શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્યો માટે બેસ્ટ ટીચર ના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. શિક્ષક દિને મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા અને મેયરશ્રી પ્રદિપભાઇ ડવના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો. શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ પ્રયોગો , સાહિત્યક્ષેત્રે ઉમદા યોગદાન તેમજ સામાજિક ક્ષેત્રે સેવાકીય કાર્યો બદલ તેમની આ વર્ષે શ્રેષ્ઠ શિક્ષક તરીકે વરણી કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન પણ તેમને ઓનલાઇન તેમજ શિક્ષણ ક્ષેત્રે કાર્યો કરી બાળકોમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તે માટે વિવિધ પ્રોજેક્ટ અને સ્પર્ધાઓ કરી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શાળા અને શિક્ષણ પ્રત્યે અભિમુખ રાખવાના સતત પ્રયાસો કરેલ છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
Award of Best Teacher to Teacher Shilpaben Dabhi by Minister Jayeshbhai Radadia