Case filed against 38 film actors including Salman Khan and Akshay Kumar
Aastha Magazine
Case filed against 38 film actors including Salman Khan and Akshay Kumar
બોલિવૂડ

સલમાન ખાન અને અક્ષય કુમાર સહિત 38 ફિલ્મી કલાકારો પર નોંધાયો કેસ

વર્ષ 2019માં હૈદરાબાદમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. જેમા એક યુવતીની સાથે 4 લોકોએ ગેંગરેપ કરી તેને જીવતી સળગાવી દીધી હતી. આ સમાચારથી આખા દેશમાં હંગામો મચી ગયો હતો. લોકોએ આ મામલે સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સામાન્ય જનતા ઉપરાંત અનેક ફિલ્મી હસ્તીઓએ પણ આ કેસમાં પોતાની નારાજગી અને દુખ પ્રગટ કર્યુ હતુ. આવામાં કેટલાક કલાકારોએ પીડિતાની ઓળખ ઉજાગર કરી દીધી હતી.
આ કલાકારો વિરુદ્ધ નોંધાયો મામલો
હવે અજય દેવગન
(Ajay Devgn), અક્ષય કુમાર (Akshay Kumar),સલમાન ખાન (Salman Khan), અનુપમ ખેર

(Anupam Kher), રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને ફરહાન અખ્તર (Farhan Akhtar) સહિત 38 સ્ટાર
કલાકારો પર પીડિતાની ઓળખ જાહેર કરવા માટે
કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ બળાત્કાર પીડિતાનું નામ, ફોટો અથવા વાસ્તવિક ઓળખ જાહેર કરવી એ કાયદાની દ્રષ્ટિએ અપરાધ છે.

વકીલે ધરપકડની કરી માંગ
આવી સ્થિતિમાં હવે દિલ્હીના વકીલ ગૌરવ ગુલાટીએ આ કલાકારો વિરુદ્ધ શાકભાજી માર્કેટ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ધારા 228Aના હેઠળ ફરિયાદ નોંધીને તીસ હજારી કોર્ટમાં અરજી દાખલ કરી છે. ગૌરવ ગુલાટીએ પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે આ કલાકારોએ સામાન્ય લોકો માટે મિસાલ બનવુ જોઈએ, પણ તેને બદલે આ લોકોએ પોતે જ નિયમો તોડી રેપ પીડિતાનુ નામ જાહેર કરી રહ્યા છે. વકીલે પોતાની અરજીમાં આ કલાકારોની ધરપકડ કરવાની માંગ કરી છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Case filed against 38 film actors including Salman Khan and Akshay Kumar

Related posts

શાહરૂખ ખાન આર્યનને મળવા પહોંચ્યો જેલ

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

શિલ્પા શેટ્ટીએ મીડિયા હાઉસ સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો

aasthamagazine

Speed News – 16/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

દિલીપકુમારનુ 98 વર્ષની વયે થયુ નિધન : હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/03/2022

aasthamagazine

Leave a Comment