



અભિનેત્રી કંગના રણોટે તેની ફિલ્મ ‘થલાઇવી’ની રિલિઝ પહેલા મહારાષ્ટ્ર સરકારને થિયેટર ખોલવાની મંજૂરી આપવાની વિનંતી કરી છે. અપીલ કરવા માટે અભિનેત્રીએ ઇનસ્ટાગ્રામ સ્ટોરીનો સહારો લીધો હતો. કંગનાએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારને રાજ્યભરમાં થિયેટર્સ ખોલવાની અપીલ કરું છું અને મરી રહેલા ફિલ્મ ઉદ્યોગ અને થિયેટર વ્યવસાયને બચાવવા માટે અનુરોધ કરું છું.’ અભિનેત્રીએ તેના ઇનસ્ટાગ્રામની સ્ટોરી પર નોટ લખી છે કે ‘મહારાષ્ટ્રમાં રેસ્ટોરાં, હૉટેલ, ઑફિસ, લોકલ ટ્રેન બધુ જ ખુલ્લુ છે, ફકત થિયેટર બંધ છે. મહારાષ્ટ્ર સરકારના કોવિડ નિયમ અનુસાર કોરોના ફકત થિયેટરમાં ફેલાય છે.’
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
According to the Maharashtra government’s Kovid rule, Korona is spread only in theaters. ? Kangna