



અમદાવાદ-ધધુંકા હાઈવે પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. મંગળવારે વહેલી સવારે ધંધુકા-બગોદરા રોડના ખગોળા પાટિયા પાસે એક ટ્રાવેલ્સ બસ પલટી થઈ ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ત્રણ બાળક સહિત ૩૫થી વધુ લોકોને ઈજા થઈ હતી, જેમાંથી ૧૧ની હાલત ગંભીર છે. બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી. મળતી માહિતી અનુસાર પ્રવાસીઓ ભાવનગર દર્શને જતા હતા. બસના ડ્રાઈવરેે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ પલટી થઈ ગઈ હતી. જોકો મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Luxury bus accident near Dhandhuka-Bagodra highway