



નવી દિલ્હીથી લંડન જઈ રહેલા એર ઈન્ડીયાના એક વિમાનમાં બીઝનેસ કલાસમાં જ ડીડીઓનું ઝુંડ દેખાતા વિમાનને દિલ્હી પરત લવાયું હતું. આ ફલાઈટમાં ભૂતાનના મહારાજા જીગ્મે વાંગચૂક સહિતના અનેક વીવીઆઈપી મુસાફરો હતા. વિમાન દિલ્હીથી રવાના થયા બાદ તુર્ત જ બીઝનેસ કલાસના કેટલાક મુસાફરોએ કીડીઓની ફરિયાદ કરતા જ વિમાન પરત દિલ્હી વિમાની મથકે લાવવામાં આવ્યું હતું અને અન્ય વિમાનમાં મુસાફરોને શીફટ કરાયા હતા. હજું તા.25 મેના એર ઈન્ડીયાની જ એક ફલાઈટમાં ચામાચીડીયુ ઘુસી ગયુ હતું અને વિમાનથી પરત લાવવામાં આવ્યુ હતું.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Ants in the business class of Air India’s flight!