



અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્યના પરત ફર્યા બાદ શું છે પરિસ્થિતિ?
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાંથી વિદેશી સૈનિકો પરત જતા રહ્યા છે અને એ સાથે એક તરફ પંજશીર માટે લડાઈ ચાલી રહી છે તો અમુક મીડિયા અહેવાલો અનુસાર નવી સરકારની રચનાને લઈને તાલિબાનમાં પણ આંતરિક ખટપટ શરૂ થઈ છે.
તાલિબાન ફરી પરત ફરવાની સાથે જ મહિલાઓની વિકટ બની રહેલી સ્થિતિ પર ચિંતા સેવાઈ રહી છે. વિદેશ સેનાની વિદાય પછી અફઘાનિસ્તાનમાં પાછળ રહી ગયેલા લોકોની જિંદગી કેવી રીતે પસાર થઈ રહી છે?
વિવિધ શહેરો અને પ્રાંતના ચાર લોકો સાથે બીબીસીએ તેમની હાલત જાણવા તેમની સાથે વાતચીત કરી હતી.
આ લોકોનું કહેવું કે પોતાની આઝાદી તેમણે ગુમાવી દીધી છે અને જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ લોકોની સલામતી માટે કેટલાકનાં નામો અમે બદલ્યાં છે.ઝાર-એ-શરીફ અફઘાનિસ્તાનના ઉત્તરમાં મોટું નગર અને મુખ્ય આર્થિક કેન્દ્ર છે. તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનની સરહદ નજીક શહેર આવેલું છે. મઝાર-એ-શરીફ એક સમયે અફઘાનિસ્તાનની ચૂંટાયેલી સરકારનો ગઢ હતો.
જોકે કાબુલ કબજે કર્યું તેના એક દિવસ પહેલાં 14 ઑગસ્ટે જ તાલિબાને આ શહેર પર કબજો કરી લીધો હતો.
મજીબ અહીં એક રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા, પણ હવે ખાવા-પીવાનાં ફાંફાં પડવા લાગ્યાં છે. મઝાર-એ-શરીફથી અમારી સાથે વીડિયો કૉલ પર વાતચીત કરતી વખતે પોતાના મકાનનું ગંદું તળિયું તેમણે દેખાડ્યું હતું.
ચારે બાજુ ધાબળાના ઢગલા કરેલા દેખાતા હતા. હમણાં આ જ તેમનું આશ્રયસ્થાન બન્યું છે.
મજીબ થોડાં અઠવાડિયાં પહેલાં અહીં આવ્યા હતા. તેમના જેવા લાખો અફઘાનીઓ અહીં નિરાશ્રિત તરીકે આવ્યા છે. તાલિબાન અને સત્તા ગુમાવી ચૂકેલી સરકારની સેના વચ્ચે લડાઈ જામી હતી તેના કારણે આ લોકોને પોતાનાં ઘર છોડવાની ફરજ પડી હતી.
મજીબે જણાવ્યું કે દસ વર્ષ પહેલાં તાલિબાને તેમના અબ્બાની હત્યા કરી હતી. આ વાતને દસ વર્ષ વીતી ગયાં છે, છતાં આજેય ઘરની બહાર નીકળતાં તેને ડર લાગે છે, કેમ કે બહાર જાહેરમાં રોજ કોઈ ને કોઈ માણસ સાથે મારઝૂડ થતી જોવા મળતી હોય છે.
ગયા અઠવાડિયે મઝાર-એ-શરીફમાંથી અનેક એવી તસવીરો આવી હતી જેમાં ડઝનબંધ અફઘાનીઓ હાથમાં સૂટકેસ અને પ્લાસ્ટિકની થેલીઓ લઈને કાબુલ જતી બસોમાં સવાર થઈ રહ્યા હતા. દેશ છોડીને વિદેશ જવાની આશા સાથે આ લોકો કાબુલ જઈ રહ્યા હતા.
અમેરિકન સૈનિકોએ કાબુલ છોડી દીધું તે પછી છેલ્લા કેટલાક દિવસોમાં મઝાર-એ-શરીફથી કાબુલ આવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Women in the Taliban regime