



ગણેશોત્સવમાં પણ સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરીજનો ગણેશોત્સવ આસ્થાભેર ઉજવે પરંતુ આસ્થાની સાથે પ્રવર્તમાન સ્થિતિમાં તકેદારી પણ આવશ્યક છે.
ગણેશોત્સવમાં પંડાલ પર પૂજા, આરતી, પ્રસાદ વિતરણ થઇ શકશે પરંતુ અન્ય કોઇ ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકો એક વાહનમાં જઇ શકશે. ઘરે સ્થાપન કરાયું હોય તો ગણેશજીનું ઘરે જ વિસર્જન થાય તે હિતાવહ રહેશે. સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે.
કૃત્રિમ કુંડ ખાતે પણ ભીડ એકઠી કરી શકાશે નહી. તા.9 થી 19 સપ્ટેમ્બર સુધી રાત્રીના 12 વાગ્યાથી કર્ફ્યૂ લાગુ પડશે જોકે ગણેશ પંડાલ અને મંડપમાં રાત્રીના 11 વાગ્યા સુધી જ દર્શનની મંજૂરી આપવામાં આવશે. ગણેશ વિસર્જન માટે જે વાહનો લઇ જવાના હોય તે વાહનની અગાઉથી જ નોંધણી કરાવવાની રહેશે. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
રાજકોટ : ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કૂંડ મુકાશે