



કેન્દ્ર સરકાર ગાડીઓના હોર્નના અવાજને લઇને નવા નિયમો લાગુ કરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય રસ્તા અને પરિવહન ખાતા પ્રધાન નિતિન ગડકરી નવા નિયમો બનાવવા પર કામ કરી રહ્યા છે. ગડકરી અનુસાર થોડા સમયમાં વાહનોના હોર્નના કર્કશ અવાજમાંથી મુક્તિ મળી જશે. મંત્રાલયના અધિકારી ગાડીઓના હોર્નનો અવાજ બદલવા પર કામ કરી રહ્યા છે. આગામી સમયમાં વાહનોના હોર્નમાંથી ભારતીય સંગીત વાદ્યોનો અવાજ સંભળાશે. હોર્ન સંબંધિત નવા નિયમો વાહન નિર્માતાઓ પર જ લાગુ થશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Vehicle horns will be stopped: melodious music will be heard