The government is thinking of starting Class 1 to 5 classes.
Aastha Magazine
The government is thinking of starting Class 1 to 5 classes.
એજ્યુકેશન

ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવાની દિશામાં સરકાર વિચારી રહી છે.

મુખ્યમંત્રી નિવાસસ્થાને વિજય ભાઈ રૂપાણી ,અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની ઉપસ્થિતિમાં કોર ગ્રુપની બેઠકમાં આ અંગે સમીક્ષા કરવામાં આવશે જેમાં રાજયના આરોગ્ય વિભાગ સાથે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ શરૂ કરવામાં આવે તો કોરોના ગાઈડલાઈન ના અમલીકરણ જેવા અન્ય તમામ મુદ્દે વિશેષ પરામર્શ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના શિક્ષણ વિદો સાથે પણ કોરગ્રુપ માં ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર દ્વારા ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ પહેલાં રાજ્ય સરકારની જાહેરાત બાદ રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે 9થી 12ના વર્ગો ચાલે છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાલન કરવામાં આવી રહ્યું છે. સ્કૂલો દ્વારા હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ છે. સરકાર તરફથી સૂચનાઓનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે.
વેક્સિનેશન કેમ્પ યોજાશે.આગામી સમયમાં ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવાની દિશામાં સરકાર વિચારી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના ના કેસ ઘટતાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર શિક્ષણ વર્ગો શરૂ કર્યા છે. ત્યારે હવે ધોરણ 1 થી 5 ના બંધ પડેલા વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
The government is thinking of starting Class 1 to 5 classes.

Related posts

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ધો.6 થી 8ના વર્ગો ચાલુ કરવા અંગે તા.15 ઓગષ્ટ બાદ નિર્ણય : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

aasthamagazine

Speed News – 03/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

સ્કૂલ-કોલેજો શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન

aasthamagazine

ધોરણ 10માં ગણિત રાખનારા વિદ્યાર્થીઓને વિજ્ઞાનપ્રવાહ B ગ્રુપમાં પ્રવેશ આપવામાં આવશે.

aasthamagazine

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ત્રીજી વખત પેપર લિકની ઘટના

aasthamagazine

Leave a Comment