11% increase in dearness allowance of government employees
Aastha Magazine
11% increase in dearness allowance of government employees
ગુજરાત

સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 11%નો વધારો

ભારત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારી અધિકારીઓ અને પેન્શનરોને અત્યાર સુધી 17 % મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હતું. જેમાં 1 લી જુલાઇ થી 11 % નો વધારો કરી 28 % ના ધોરણે મોંઘવારી ભથ્થુ ચુકવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર હંમેશા પ્રણાલિકાગત રીતે મોંઘવારી ભથ્થાની બાબતમાં ભારત સરકાર જે ધોરણે તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપે છે તેને અનુસરે છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, મોંઘવારી ભથ્થાના આ વધારાનો અમલ સપ્ટેમ્બર માસના પગાર સાથે ચુકવવામાં આવશે. જ્યારે જુલાઇ માસથી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના એરીયર્સની રકમનું ચુકવણું ઓક્ટોબર માસના પગાર સાથે કરવામાં આવશે અને ઓગસ્ટ માસના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના એરીયર્સની રકમનું ચુકવણું જાન્યુઆરી-2022 ના પગાર સાથે કરવામાં આવશે.

આ નિર્ણયના કારણે રાજ્ય સરકારને દર મહિને અંદાજે રૂ.378 કરોડનો નાણાકીય બોજો આવશે. આ નિર્ણયનો લાભ અંદાજે કુલ-9,61,638 જેમાં રાજ્ય સરકારના 5,11,129 જેટલા અધિકારી/ કર્મચારીઓ/પંચાયતના કર્મચારીઓ અને 4,50,509 જેટલા પેન્શનરોને મોંઘાવારી ભથ્થાના વધારાનો લાભ મળશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
11% increase in dearness allowance of government employees

Related posts

ગુજરાત : સાર્વત્રિક વરસાદના સંજોગો ઉભા થવાની શકયતા

aasthamagazine

ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલે કરી CM સાથે ખાસ મુલાકાત

aasthamagazine

ગુજરાત:હવામાન વિભાગ દ્વારા આગાહી, આ દિવસે ખાબકશે વરસાદ

aasthamagazine

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે

aasthamagazine

ગુજરાત : લાફો ન મારતા પણ શીખવજો : સીએમ ભૂપેન્દ્ર પટેલ

aasthamagazine

PGVCL : વીજબિલમાં QR કોડ છાપશે

aasthamagazine

Leave a Comment