



કોરોનાને કારણે અટકાયેલી ગાંધીનગર મહાનગર પાલિકા સહિત મહાનગર અને નગરપાલિકાની પેટા ચૂંટણીની જાહેાત કરવામાં આવી છે. કોરોનાને કારણે અટવાયેલી પેટા ચૂંટણીની જાહેરાત થતા રાજનીતિ ગરમાઈ છે.ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યમાં ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીની તારીખોની વાત કરીએ, 3 ઓક્ટોબરે મતદાન યોજાશે. ત્યારબાદ 5 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે. ઈલેક્શન ફોર્મ 18 ઓગસ્ટ સુધી ભરાશે અને ફોર્મ પાછા ખેચવાની છેલ્લી 21 ઓક્ટોબર છે. આ ઈલેક્શન માટે 6 સપ્ટેમ્બરથી આચારસંહિતા અમલમાં મુકાઈ છે. અને 13 ઓગસ્ટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.પેટા ચૂંટણીની વાત કરીએ તે, ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 40 બેઠકો ઉપરાંત ઓખા અને થરા નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાશે. આ ઉપરાંત રાજ્યભરમાં ખાલી પડેલી વિવિધ બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
By-elections on vacant seats in the state including Gandhinagar Municipal Corporation