



રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં પરેશ પટેલની ક્લિનિક અને ગોડાઉનમાં આયુર્વેદિક દવા અને સ્ટિકર મળ્યા હતા. ત્યારબાદ નવા એસટી બસ સ્ટેન્ડ પર ત્રીજા માળે તેની પત્નીના નામે ઓશો ક્લિનિકથી રેડમાં રૂ.1.59 લાખની કિંમતનો વધુ શંકાસ્પદ દવાનો જથ્થો મળ્યો હતો. એટલું જ નહીં માત્ર ધોરણ- 7 વ્યક્તિએ પોતાની ડોક્ટર તરીકેની ઓળખ આપીને કૌભાંડ આચર્યુ હતું.
કોર્પોરેશનમાં વેરિફિકેશનમાં FSSSA નંબરમાં પરેશ પટેલનું નામ નહીં
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ આરોગ્ય વિભાગને સ્થળ પર બોલાવી સેમ્પલિંગ કરાવવામાં આવ્યું હતું. તેમજ આયુર્વેદિક દવાઓ અને મળી આવેલી સીરપ તથા ફૂડ કેટેગરીમાં ન્યુટ્રિશનલ હેલ્થ સપ્લિમેન્ટનું ઉત્પાદન અને વેચાણનો વ્યવસાય થતો હતો. તે અંગે જરૂરી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અંતર્ગત જરૂરી FSSSA નંબર મળી આવ્યો હતો. જે અંગે રાજકોટ મહાનગરપાલિકામાં વેરિફિકેશન કરાવવામાં આવતા આ નંબરો પરેશ પટેલના નામે મળી આવ્યું નહોતું.
ગુરૂવારે એસઓજીએ રેડ કરી હતી
રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં રહેતા પરેશ પટેલના મકાન અને ગોડાઉનમાં શહેર એસઓજીએ રેડ કરતા અલગ-અલગ 15 બ્રાન્ડની આયુર્વેદિક દવાઓ તથા અલગ-અલગ સ્ટિકરો મળી આવ્યા હતા. જેથી પોલીસે તાત્કાલિક જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ આરોગ્ય વિભાગનો સંપર્ક કરી સ્થળ પર બોલાવી દવા અને સીરપના જથ્થાની ખરાઇ કરાવી હતી. જેમાં કુલ 21,25,200નો શંકાસ્પદ દવા સીરપનો જથ્થો મળી આવ્યો હતો.
રામોદના વ્રજરાજ ઓર્ગેનિક્સનો નંબર ઉપયોગમાં લેવાતો
પરેશ પટેલ કોટડા સાંગાણીના રામોદ ગામે આવેલા વ્રજરાજ ઓર્ગેનિક્સના એફએસએસએઆઇ નંબરનો ઉપયોગ કરતો હતો. જેના માલિકને તપાસમાં બોલાવતા તેઓ આવી કોઇ પ્રોડક્ટ બનાવતા ન હોવાનું જણાવ્યું હતું. તેમજ તપાસ દરમિયાન આ કામે એક્સપાયરી તારીખવાળી દવાઓમાં નવા સ્ટિકર મળી આવ્યા હતા. જે સ્ટિકર પ્રિન્સ નામના ગ્રાફિક ડિઝાઇનરે તૈયાર કર્યું હતું. જેથી વ્રજરાજ ઓર્ગેનિક્સના માલિક ઉપેન્દ્ર નાથાણીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ડોક્ટર પરેશભાઇ હરીલાલ પટેલ, મીનલબેન W૦ પરેશભાઇ હરીલાલ અને ગ્રાફિક ડિઝાઈનર પ્રિન્સ હીતેષભાઇ દઢાણીયાની ધરપકડ કરી છે.
ડો. નહીં ડોક્ટર બનવા માટે ગેઝેટમાં સોગંદનામું કર્યુ
મહત્વનું છે કે આરોપી પરેશ પટેલ માત્ર ધોરણ 7 પાસ છે. પરેશ પટેલે ગેઝેટમાં સોગંદનામું કરી “Dr.” ને બદલે પોતાના નામમાં જ સુધારો કરી “ડોક્ટર પરેશ પટેલ” લખાવ્યું છે. જોકે તેમના પત્ની પણ ડોક્ટરને લગતી કોઈ ડિગ્રી ધરાવતા નથી
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: Red at bogus doctor’s wife’s clinic