



શમાં સૌથી વધુ કોરોનાના કેસ જયાં નોંધાઇ રહ્યા છે એ કેરળમાં વધુ એક ઘાતક અને જીવલેણ વાઇરસનો ખતરો તોળાઇ રહ્યો છે. નિપાહ વાઇરસને કારણે એક બાર વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. આ કેસ કેરળના કોઝિકોડ જિલ્લામાં મળ્યો છે. 12 વર્ષના બાળકમાં નિપાહ વાઇરસના લક્ષણો જોવા મળતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરયિમાન આ બાળકનું આજે મૃત્યુ થયું હતું. નિપાહનો કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે રાજયમાં નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કોન્ટ્રોલની એક ટીમ મોકલી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
The threat of the deadly Nipah virus is looming