



આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા અને ભૂતપૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવીએ કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાકાળ દરમિયાન કરાયેલ ખર્ચના હેતુ અંગે શંકા વ્યક્ત કરતાં સરકારની ટીકા કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, “લોકોને જેની જરૂરિયાત છે, જે લોકો ગરીબ છે જેમની પાસે માહિતી મેળવવાનાં માધ્યમોનો અભાવ છે તેની સરકારે ઉપેક્ષા કરી છે. આયુષ્યમાન ભારત જેવી યોજનાની જાહેરાત માટે માત્ર 2.49 લાખ જ્યારે અન્ય યોજનાઓની જાહેરાતો માટે 212 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.””આ નરેન્દ્ર મોદીની ફિતરત રહી છે. લોકોને જેની જરૂરિયાત હોય છે તેની તેમને બિલકુલ દરકાર હોતી નથી.”તેઓ સરકારના જાહેરાતખર્ચ અંગે આગળ વાત કરતાં જણાવે છે કે, “મારું માનવું છે કે સરકારે આયુષ્યમાન ભારત યોજનાના લાભ વધુ લોકો સુધી પહોંચે એવા પ્રયાસો આ મહામારીમાં કરવાની જરૂર હતી. પરંતુ સરકારે તેવું ન કર્યું.”આ સિવાય તેઓ સરકારી જાહેરાત પર થયેલા કરોડોના ખર્ચને વખોડતાં આગળ કહે છે કે, “જો સરકારે પોતાની જાહેરાતનો મોહ છોડીને આ મહામારીમાં જાહેરાતો પર થયેલ ખર્ચ માટેનાં નાણાં લોકોને મેડિકલ ઑક્સિજન મળી રહે તે માટે પ્લાન્ટ બનાવવામાં વાપર્યાં હોત તો આજે કેટલાય લોકોના જીવ બચાવી શકાયા હોત.”તેઓ કહે છે કે, “આ સરકારને અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની પ્રસિદ્ધિ થાય એ વાતમાં જ રસ છે ના કે લોકોની સુખાકારી સુનિશ્ચિત કરવામાં.”ઈસુદાન કોરોનામાં આયુષ્માન ભારત – PMJAYની જાહેરાતની જરૂરિયાત બાબતે વાત કરતાં જણાવે છે કે, “કોરોનાના કારણે કેટલાય લોકો આ કાર્ડ ધરાવતાં હોવા છતાં સારવાર ન મળી હોય એમ બની શકે, પરંતુ મહામારીની ગંભીર પરિસ્થિતિમાં પણ લોકો સુધી લોકોપયોગી યોજનાની જાણકારી ન પહોંચાડી અને પોતાની જાહેરાત અને પ્રસિદ્ધિ માટે ખર્ચ કરવાનું વલણ નરેન્દ્ર સરકારે અપનાવ્યું, તે દુ:ખદ છે.” તેઓ નરેન્દ્ર મોદીની સરકારને દેશ માટે ખતરારૂપ ગણાવે છે અને કહે છે કે, “આ સરકારની પ્રાથમિકતાઓ જુદી છે. ગરીબોને અનાજ મળે તો તે માટેની કોથળીઓ પર પણ નરેન્દ્ર મોદીનો ફોટો છાપવામાં આવે છે. તેમના આ વલણ પરથી અંતે એટલું કહી શકાય કે તેમના રાજમાં દેશ ખતરામાં છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Modi is only interested in brightening the image ‘- Isudan Gadhvi
1 comment
ઈશુદાન ગઢવીનો બકવાસ. કેજરીવાલ આઈ.આર. એસ. મતલબ ભારતીય મહેસુલ સેવાનો અધિકારી હતા કેટલા ગોટાળા કર્યા છે. ગઢવીજી જય માતાજી કરો અન્ના હજારે ના આંદોલ વખતે ચમકેલ છે .