



દેશના 44 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ 44 શિક્ષકોમાં ગુજરાતના બે શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. રાજકોટની વિનોબા ભાવે સ્કૂલના આચાર્યા વનિતાબહેન રાઠોડ તેમજ ભૂજની હિતેન ઘોળકીયા શાળાના શિક્ષક અશોકકુમાર પરમારને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.આ સમયે રાજકોટના શિક્ષકની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવતા શિક્ષણ જગતમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. D ગ્રેડ શાળાને A ગ્રેડ સુધી પહોંચાડી બાળકોનો સર્વાંગી વિકાસ કરવા માટે થતા અથાગ પ્રયત્નો ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા એવોર્ડ વનિતાબેન રાઠોડનું સન્માન કરી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: Acharya Vanitaben Rathore received Teachers Award, honored by the President