



કેરળમાં કોરોના વાયરસ ફરી એક વખત વેગ પકડી રહ્યો છે, જ્યાં દરરોજ 30 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રોગચાળો ફાટી નીકળતાં રાજ્ય સરકારે કડક લોકડાઉન લાગુ કર્યું છે. એકદમ જરૂરી હોય ત્યારે જ લોકોને ઘરની બહાર નીકળવાની છૂટ છે.કેરળમાં શનિવારના રોજ (4 સપ્ટેમ્બર) 29,682 નવા કોરોના કેસ નોંધાયા હતા, જે દરમિયાન 142 દર્દીઓના મોત પણ થયા હતા. કેરળ પોલીસ કોવિડના વધતા જતા કેસ વચ્ચે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી રહી છે, રવિવારના રોજ રાજ્યમાં માત્ર આવશ્યક સેવાઓને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ભારતમાં કેરળની સ્થિતિ વધુ ખરાબ છે, હવે અહીં કોરોનાના વધતા જતા કેસ સાથે દર્દીઓના મૃત્યુની સંખ્યા પણ ચિંતાનું કારણ બની છે. છેલ્લા ઘણા દિવસોથી કેરળમાં દરરોજ 140 થી વધુ મોત નોંધાઈ રહ્યા છે.કેરળમાં પોઝિટિવિટી રેટ 2 ટકા છે, જે અન્ય રાજ્યોની સરખામણીમાં પણ વધારે છે, ડેટા અનુસાર કોરોના સંક્રમણનો દર 17.54 ટકા નોંધવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કથળતી પરિસ્થિતિને જોતા કેરળ સરકારે રવિવારના રોજ નાઇટ કર્ફ્યુ સાથે કડક લોકડાઉનની જાહેરાત કરી છે. જો કે, રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉન લાદવાનો ઇન્કાર કર્યો છે કારણ કે તેનાથી અર્થતંત્રને અસર થશે. હાલ સરકાર નાઇટ કરફ્યૂ અને રવિવારના લોકડાઉનની મદદથી કોરોનાના વધતા જતા કેસને રોકવાની યોજના બનાવી રહી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Corona virus is gaining momentum in Kerala