



કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરી એક વખત જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જવાના છે. રિપોર્ટ અનુસાર રાહુલ ગાંધી 9 અને 10 સપ્ટેમ્બરે જમ્મુની મુલાકાત લેશે, તેમને અહીં માતા વૈષ્ણો દેવીના દર્શન કરશે અને અહીં પ્રાર્થના કરશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી ગયા મહિને શ્રીનગર પહોંચ્યા હતા. રાહુલ ગાંધી બે દિવસની મુલાકાતે અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમજ મસ્જિદમાં મંદિર દર્શન અને જીયારત પણ કરી હતી.જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર દેશની તમામ સંસ્થાઓ પર હુમલો કરી રહી છે. દેશના બંધારણ પર હુમલો થઈ રહ્યો છે, પરંતુ જેમને દેશને વિભાજીત કરવા માંગે છે. તેમની સામે અમે અમારી તમામ શક્તિથી લડીશું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, હું અહીં જમ્મુ -કાશ્મીરમાં નથી રહેતો પણ હું તમને લોકો સારી રીતે સમજુ છું. તમારા રિવાજો અને પ્રેમ મારી અંદર છે. જ્યારે પણ હું કાશ્મીર આવું છું, ત્યારે મને અહીં મારા ઘર જેવું લાગે છે. પ્રેમથી જે મેળવી શકાય છે, તે નફરત દ્વારા ક્યારેય પ્રાપ્ત કરી શકાતું નથી
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rahul Gandhi will pay homage to Vaishno Devi on September 9