



વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. નરેન્દ્ર મોદી ધ મોર્નિંગ કન્સલ્ટ સર્વેમાં અપ્રુવલ રેટિંગમાં ટોચ પર રહ્યા છે. વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોનસન સહિત વિશ્વના 13 દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.
આ સર્વેમાં વડાપ્રધાન મોદીના અપ્રુવલનું રેટિંગ 70 ટકા છે. આ સર્વેમાં પીએમ મોદી બાદ 2 સપ્ટેમ્બરના રોજ મેક્સિકોના રાષ્ટ્રપતિ બનેલા આન્દ્રે મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડ બીજા અને ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી ત્રીજા નંબરે છે.
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ (52 ટકા) ચોથા નંબરે છે. આ સમયે યુએસ પ્રમુખ જો બાઇડન (48 ટકા) વૈશ્વિક નેતાઓની આ યાદીમાં પાંચમા નંબરે છે. જે બાદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન 48 ટકા રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો 45 ટકા રેટિંગ સાથે સાતમા સ્થાને છે.
આઠમા સ્થાને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોહ્ન્સન છે, તેમનું રેટિંગ 41 ટકા છે. તે બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો છે, તેમનું રેટિંગ 39 ટકા છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન 10મા સ્થાને છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ 35 ટકા સાથે 11 મા ક્રમે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 34 ટકા સાથે 12 મા ક્રમે છે, જ્યારે જાપાના વડાપ્રધાન યોશીહિદે સુગા 25 ટકા રેટિંગ સાથે 13 મા ક્રમે છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Narendra Modi became the most popular leader in the world
1 comment
સરસ મોદી સર બધાથી ઉબ છે ઊપર રહેશે.