Due to Reliance Jio, 78% of people in Gujarat use the Internet
Aastha Magazine
Due to Reliance Jio, 78% of people in Gujarat use the Internet
ટેકનોલોજી

રીલાયન્સ જિયોના કારણે ગુજરાતમાં 78 ટકા લોકો ઇન્ટરનેટનો વપરાશ કરતા થયા

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઇન્ટરનેટની જરૂરિયાતમાં જોરદાર વધારો થયો હતો. માનો કે ન માનો પણ વર્ષ 2016માં જિયો લોન્ચ થયું એ પછી પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા 2.5 ગણા વધ્યા છે.

એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે વર્ષ 2016માં ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા બે કરોડથી થોડા ઓછા હતા. જ્યારે માર્ચ 2021ની સ્થિતિએ ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા વધીને 5.05 કરોડ થયા છે.માર્ચ 2021માં ટેલિકોમ રેગ્યૂલેટર ટ્રાઈ દ્વારા જારી કરાયેલા પર્ફોર્મન્સ ઇન્ડિકેટર રિપોર્ટ મુજબ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના 1.54 કરોડ અને શહેરી વિસ્તારોમાં 3.50 કરોડ વપરાશકર્તા મળી રાજ્યમાં ઇન્ટરનેટના કુલ વપરાશકર્તા 5.05 કરોડ થયા છે.

ગુજરાતની અંદાજિત વસ્તી 6.40 કરોડ માનવામાં આવે છે, તેમાંથી 78 ટકા લોકો ઇન્ટરનેટનો વપરાશ કરે છે.પાંચ વર્ષ અગાઉ એક ગ્રાહકે પ્રતિ GB 3G સ્પીડના ડેટા માટે રૂ.350 ચૂકવવા પડતાં હતાં, જ્યારે વોઇસ કોલ માટે પ્રતિ મિનિટના 50 પૈસા અને એક રૂપિયો ચૂકવવો પડતો હતો. એટલું જ નહીં, પ્રતિ એસએમએસ માટે પણ રૂ.1થી લઈને રૂ.3 સુધીનો ચાર્જ ચૂકવવો પડતો હતો. આ પ્રકારના ટેરિફના કારણે પ્રતિ વપરાશકર્તાના બિલમાં ડેટા પાછળ થતો ખર્ચ 30 ટકા અને વોઇસ કોલ તથા એસએમએસ માટે 70 ટકા ખર્ચ થતો હતો.

પાંચ વર્ષના સમયગાળા દરમિયાન આખું ચિત્ર બદલાઈ ગયું છે. હવે એક વપરાશકર્તાના બિલમાં ડેટા પાછળ થતો ખર્ચ 100 ટકા છે અને વોઇસ કોલ્સ તથા ટેક્સ્ટ મેસેજિસનો ખર્ચ શૂન્ય થઈ ગયો છે. તેની સાથે જ, વધુ સ્પીડ ધરાવતાં ઇન્ટરનેટ અથવા તો 4Gની કિંમતો 98 ટકા ઘટીને પ્રતિ GB રૂ.7 થઈ ગઈ છે. ભારતમાં એક કપ ચા પણ એક જીબી ઇન્ટરનેટ કરતાં મોંઘી છે.ટ્રાઈના અહેવાલ મુજબ, માર્ચ 2016ની સ્થિતિએ ગુજરાતમાં 11 ટેલિકોમ ઓપરેટર્સની સેવાઓ સાથે 6.22 કરોડ મોબાઇલ ઉપયોગકર્તા હતા. તેમાંથી વોડાફોન 1.93 કરોડ ગ્રાહકો સાથે સૌથી મોટો ટેલિકોમ ઓપરેટર હતો. જૂન 2021 સુધીમાં ગુજરાતમાં સાત કરોડ મોબાઇલ ઉપયોગકર્તા થયા હતા અને તેમાં 2.73 કરોડ ગ્રાહકો સાથે જિયો સૌથી મોખરે છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Due to Reliance Jio, 78% of people in Gujarat use the Internet

Related posts

Speed News – 22/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/03/2022

aasthamagazine

ગુજરાત બજેટ 2022-23 | Aasthamagazine.News

aasthamagazine

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ફેસબુક સહિત ઇન્સ્ટાગ્રામ ડાઉન થતા યુઝર્સ પરેશાન,

aasthamagazine

મોબાઈલ એન્ડ્રોઇડ 2.3 વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે એન્ડ્રોઇડ 3 પર જવું પડશે.

aasthamagazine

Leave a Comment