



પવનને કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે. 75 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે. આ અગાઉ પણ ગિરનાર રોપ-વે સેવા બંધ થઇ ચુકી છે.
શુક્રવારે પણ શ્રદ્ધાળુઓની સલામતી માટે સવારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ભારે પવન હોવાનું નોંધાયું હતું. તેથી, શનિવાર પણ રોપ વે સેવા શરુ કરવામાં આવી નથી. જેના કારણે ત્યાં ભગવાનના દર્શનાર્થે આવેલા અને રોપ વેમાં બેસવા ઈચ્છતાં લોકોમાં નિરાશા જોવા મળી હતી.
જુનાગઢ, ગિરનાર તેમજ આસપાસના જંગલ વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Girnar ropeway service closed due to wind