



રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પશ્ચિમ ઝોન કચેરીમાં વેક્સિન લેવા માટે વહેલી સવારથી જ લોકોની લાઈનો લાગી હતી. સવારે આવેલા લોકોમાં અનેક લોકોએ વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું જેથી તેમને વેક્સિન નહીં અપાતા હોબાળો મચી ગયો હતો. સવારથી જ કતારોમાં લાગેલા લોકો વેક્સિન નહીં મળતાં રોષે ભરાયા હતાં. આરોગ્ય વિભાગના અધિકારીઓએ લોકોને સમજાવીને તેમનો રોષ શાંત કર્યો હતો. લોકોનો હોબાળો જોઈને પોલીસને પણ જાણ કરી દેવાઈ હતી. રાજકોટ શહેરમાં આજે બપોરે 01:00 વાગ્યા સુધીમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 1219 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 410 સહિત કુલ 1629 નાગરિકોએ રસી લીધી છે.
શહેરમાં 13.91 લાખ અને જિલ્લામાં 11.51 લાખથી વધુને રસીકરણ
રાજ્યભરમાં કોરોનાની રસી આપવાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ શહેર તેમજ જિલ્લામાં સઘન રસીકરણ ઝુંબેશ હેઠળ આજ સુધીમાં રાજકોટ શહેરના 13,91,713 તેમજ જિલ્લામાં 11,51,024 લોકોને વેક્સિનેશન કરવામાં આવ્યું છે. રાજકોટમાં અત્યાર સુધીમાં શહેર-જિલ્લાના બધા મળી 25 લાખથી વધુ ડોઝ અપાયા છે.
શહેરના 18થી 45 વર્ષના 593336એ પ્રથમ ડોઝ લીધો
રાજકોટ શહેરમાં 18 વર્ષથી ઉપરનાં અને 45 વર્ષથી નીચેના 593336ને પ્રથમ ડોઝ, 146488ને બીજો ડોઝ, 45થી 60 વર્ષ વચ્ચે 340451ને પ્રથમ તેમજ 210688ને બીજો ડોઝ, તેમજ ફ્રન્ટ લાઈન વોરિયર્સમાં 33883ને પ્રથમ અને 28497 લોકોને બીજો ડોઝ અપાઈ ચુક્યો છે. અન્ય 20299ને પ્રથમ તેમજ 18071ને બીજો ડોઝ મળીને કુલ 13,91,713લોકોને પ્રથમ તેમજ બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
વેક્સિનેશનમાં રાજકોટ શહે૨ દ્વિતીય અને જિલ્લો તૃતીય સ્થાને
આ બાબતે કલેકટ૨ અરૂણ મહેશ બાબુએ જણાવ્યું કે, ડીસેમ્બ૨ સુધીમાં બીજા ડોઝની કામગીરી પૂર્ણ ક૨વા લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. હાલમાં લોધીકા-વિછીંયામાં સૌથી ઓછુ વેક્સિનેશન થયું છે. આશા વર્કરો દ્વારા ક્રોસ વેરીફીકેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે જ પંચાયતોના સ૨પંચો, શિક્ષકો, આશા વર્કરો અને જી.આ૨.ડી.ની મદદ લઈ ૨સીક૨ણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે.
જિલ્લાના 37 ગામમાં 50 ટકાથી ઓછું વેક્સિનેશન
એક તરફ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો હજુ યથાવત છે. તેની વચ્ચે રાજકોટ જિલ્લામાં હજુ પણ અનેક ગામડાંઓમાં લોકો કોરોના વેક્સિન લેવાથી દૂર ભાગી રહ્યાં છે. જિલ્લાના 37 ગામ આજે પણ એવા છે જ્યાં 50ટકાથી ઓછું વેક્સિનેશન થયું છે. કેટલાક ગામોમાં તો માત્ર 10થી 20ટકા જ રસીકરણ થયું છે. જિલ્લાના તાલુકાઓના કેટલાક વોર્ડમાં પણ 50ટકા કરતા ઓછા લોકોએ કોરોનો વેક્સિન લીધી છે. આ વોર્ડ કે ગામમાં આજે પણ લોકોમાં વેક્સિન લેવા અંગે જાગૃતતા જોવા નથી મળી રહી.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: No vaccine