



પ્રાથમિક શાળાના શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પ્રાથમિક શિક્ષકોએ ફરજીયાત 8 કલાક સ્કૂલમાં હાજરી આપવી પડશે. જેથી શિક્ષકોએ અઠવાડિયાના 45 કલાક કામગીરી કરવાની રહેશે. RTEના નિયમ મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્કૂલમાં 8 કલાકની હાજરી આપવાની હોય છે. જેના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આરટીઇના નિયમોનું અલગ અલગ અર્થઘટન કરીને કોઇ જિલ્લામાં સવારે 10થી સાંજના 6 સુધી તો ક્યાંક સવારના 9.30થી સાંજના 5.30 સુધી શિક્ષકોને શાળાએ હાજરી માટેના પરિપત્ર કરાયા છે.
આ અંગે શિક્ષકોમાં ભારે વિરોધ જાગ્યો છે. આ કલાકોમાં વિદ્યાર્થીઓ વગર એકલા જે તૈયારી કરવાની હોય છે તે માટે છે. અથવા ઘરેથી તૈયારી કરીને રોજનિશી આચાર્ય પાસે વેરીફાઇ કરાવતા હોય છે. જે બાદ શાળાનું વર્ગ કાર્ય ચાલુ થતુ હતું. આ અંગે અલગ અલગ રાજ્યમાં અલગ અળગ અર્થઘટન કરવામાં આવ્યું છે.
પહેલા શાળાઓ 10.30થી 5 ચાલુ રાખવામાં આવતી હતી તે રીતે જ રાબેતા મુજબ રહે. જેથી સમગ્ર રાજ્યમાં શિક્ષણમાં એકસૂત્રતા રહે છે. આથી નિયામક સમક્ષ આ સમય પુન: અમલી કરવા રજૂઆત કરાઇ છે.
નોંધનીય છે કે, ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009 અંતર્ગત પ્રાથમિક શાળામાં તૈયારી માટે તથા અન્ય આનુષાંગિક કામગીરી સહિતના શિક્ષક દીઠ અઠવાડિયાના 45 કલાકની કામગીરી કરવાની રહેશે. એટલે કે દિવસની શાળાઓમાં સોમથી શુક્ર દરમ્યાન દરરોજ આઠ કલાકની કામગીરી કરવાની રહેશે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Primary school teachers are required to work 8 hours a day