Rajkot: Teacher's Day was celebrated by Virani School
Aastha Magazine
Rajkot: Teacher's Day was celebrated by Virani School
પ્રેસ નોટ

રાજકોટ : વિરાણી સ્કૂલ દ્વારાશિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

વિરાણી સ્કૂલ દ્વારા ૫ૂર્વ દિવસે શિક્ષક દિવસની ગરીમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. શાળાનાં જ ધો.૯ થી ૧૨ના કુલ ૧૧૦ વિદ્યાર્થીએ શાળાની તમામ શૈક્ષણિક વહિવટી તથા સંચાલન કાર્યને સંભાળીને સાયન્સ-કોમર્સના વિદ્યાર્થીઓને તેના જ વર્ગના છાત્રએ શિક્ષક બનીને ભણાવ્યાં હતાં.

શ્રેષ્ઠ શિક્ષણકાર્ય કરનાર છાત્રને પ્રથમ ત્રણ ક્રમ આપીને સન્માનીત કરાયા હતાં. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા, ડો.અરૂ ણ દવે, ડો.પ્રવિણ નિમાવત અને ચિરાગ ધામેચા ઉપસ્થિત રહ્યાં હતાં. સર્વો છાત્રોને મહેમાનોના વરદ હસ્તે સન્માનીત કરાયા હતાં.

અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત, ગુજરાતી, સંસ્કૃત, સમાજવિદ્યા, કોમ્પ્યૂટર શિક્ષણ સાથે સાયન્સના ફિઝીકલ, કેમેસ્ટ્રી તથા બાયોલોજી જેવા અઘરા વિષયો છાત્રોએ જ સુંદર રીતે ભણાવ્યા હતા. શિક્ષક બનેલા છાત્રોએ પોતાના પ્રતિભાવમાં જણાવેલ કે એક દિવસના અનુભવે શિખવા મળ્યું કે શિક્ષણ કાર્ય કરાવવું કેટલું અઘરૂ છે.

શિક્ષણ તજજ્ઞ ડો.અરૂ ણ દવેએ પોતાના ઉદ્બોધનમાં જણાવેલ કે વિદ્યાર્થીએ લક્ષ્‍ય આધારિત શિક્ષણ મેળવીને સર્ંવાગી વિકાસ કરવો જરૂ રી છે. જ્યારે ડો.પ્રવિણ નિમાવતે જણાવ્યું કે આજના શિક્ષણ કાર્યથી છાત્રોને ઘણું શીખવા મળ્યું છે તેની વાત શિક્ષકો અને મા-બાપો સાથે શેર કરજો.

શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ ગુરૂ નો મહિમા જણાવતા શિક્ષક જ બાળકોમાં ઘડતરમાં અગત્યની ભૂમિકા પ્રદાન કરે છે ની વાત છાત્રોને કરી હતી. સમગ્ર કાર્યક્રમ સંચાલન શાળાનાં શિક્ષક જી.બી. હિરપરાએ કરી હતી.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: Teacher’s Day was celebrated by Virani School

Related posts

મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે શિક્ષક શિલ્પાબેન ડાભીને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

aasthamagazine

Speed News – 16/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

રાજકોટ : સી.જે. ગ્રુપ દ્વારા નવ દીકરીઓને લગ્નમાં યથાશકિત વસ્તુઓ કરીયાવર

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

રાજકોટ : છત્તીસગઢના શિક્ષણમંત્રીશ્રીના હસ્તે વનિતાબેન રાઠોડનું સન્માન

aasthamagazine

Leave a Comment