Announcement of 'Watan Prem Yojana' for Gujaratis living in corners of the world
Aastha Magazine
Announcement of 'Watan Prem Yojana' for Gujaratis living in corners of the world
આંતરરાષ્ટ્રીય

વિશ્વના ખૂણે વસતા ગુજરાતીઓ માટે ‘વતન પ્રેમ યોજના’ની જાહેરાત

દેશ બહાર વિશ્વમાં ક્યાંય પણ વસતા અને ગુજરાતના વતની કોઈ પણ દાતા અથવા જે તે ગામની વ્યક્તિના દાન અને રાજ્ય સરકાર ના અનુદાનથી ગુજરાતના ગામડાઓ માં વધુ સારી જનહિત કારી સુવિધાઓ ઉભી કરવા દાતાઓ ને પ્રોત્સાહન રાજ્ય સરકાર આપશે.
આ યોજનામાં દાતાઓ પોતાના ગામમાં 60 ટકા કે વધુનું રકમનું દાન આપીને કામ કરાવી શકશે . આવી રકમ સામે ખૂટતી 40 ટકા રકમનું અનુદાન રાજ્ય સરકાર આપશે. આગામી ડિસેમ્બર 2022 સુધીમાં આ યોજના અંતર્ગત 1000 કરોડ રૂપિયાના વિવિધ જનહિત સુવિધા સુખાકારીના કામો આવા દાતાઓ અને રાજ્ય સરકાર બેય ના સહયોગ થી હાથ ધરવાની નેમ મુખ્યમંત્રી એ વ્યક્ત કરી હતી.આ વતન પ્રેમ યોજનામાં જે વિવિધ કામોનો સમાવેશ કરવામાં આવેલો છે તેમાં
શાળા ના ઓરડાઓ અથવા સ્માર્ટ ક્લાસ,કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,આંગણવાડી મઘ્યાહન ભોજનનું રસોડું,સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત ગમત માટે વ્યાયામ શાળાનું
મકાન અને સાધનો,સી.સી ટીવી કેમેરા સર્વેલેન્સ સિસ્ટમ,સ્મશાન ગૃહ, વોટર રિસાયકલિંગ વ્યવસ્થા તથા ગટર,એસ.ટી.પી વગેરે, તળાવ બ્યુટીફિક્શન,એસ.ટી સ્ટેન્ડ,સોલાર એનર્જી થી સ્ટ્રીટ લાઈટ અને પાણીના ટ્યુબ વેલ કૂવાની પાણીની ટાંકીની મોટર ચલાવવાના કામો
વગેરે કામો હાથ ધરી શકાશે.મુખ્યમંત્રી એ રાજ્યના ગામોની શાળાઓના ઓરડા નિર્માણ ના કામોને આ વતન પ્રેમ યોજનાના કામોમાં અગ્રતા આપવા પણ બેઠકમાં પ્રેરક સૂચન કર્યું હતુંઆ સંદર્ભમાં તેમણે યોજના ના વેબ પોર્ટલ પર દરેક ગામોની શાળાઓ માં ઓરડાઓની જરૂરિયાત ની વિગતો ઉપલબ્ધ કરાવવા ની સૂચના વિભાગ ને આપી હતી. રાજયમાં શાળાઓમાં જે ઓરડાઓ ની જરૂરિયાત છે તે ઓરડાઓ વતન પ્રેમ યોજના ના દાતાઓ અને સરકાર ના સંયુક્ત અનુદાનથી નિર્માણ કરવાની દિશામાં આગળ વધવા મુખ્યમંત્રી એ માર્ગદર્શન આપ્યું હતું

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Announcement of ‘Watan Prem Yojana’ for Gujaratis living in corners of the world

Related posts

Speed News – 02/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

વૉશિંગ્ટન : ભારતીય સમુદાયે પીએમ મોદીનુ જોરદાર સ્વાગત કર્યુ

aasthamagazine

Speed News – 24/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 19/02/2022

aasthamagazine

અબજપતિઓની યાદીમાંથી અદાણી-મુકેશ અંબાણી પણ ટોપ-10માંથી બહાર

aasthamagazine

ચીનથી ભારતમાં આયાત કરવામાં આવતી વસ્તુઓમાં 28 ટકાનો વધારો

aasthamagazine

Leave a Comment