



સપ્ટેમ્બર મહિનો આખો રાજ્યમાં મેઘ મહેરની સંભાવના છે. હાલ રાજ્યમાં વરસાદની ઘટ છે ત્યારે હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ આ મહિનામાં રાજ્યમાં વરસાદની ઘટ પુરી થઈ શકે છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં પહેલી ઓક્ટોબરથી જ વરસાદી માહોલ છે ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ પણ સારો વરસાદ થાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ હળવોથી ભારે વરસાદ પડશે.7 સપ્ટેમ્બરથી વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ સક્રિય થતા પુરા મહિના દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. આ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદની ઘટ પુરી થઈ શકે છે. હાલ રાજ્યમાં 48.65 ટકા વરસાદ નોંધાયો છે.જળાશયોની વાત કરીએ તો હાલ સરદાર સરોવર ડેમમાં 47.17 ટકા પાણીનો જથ્થો છે અને સતત આવક થઈ રહી છે. આ ઉપરાંત રાજ્યના 207 જળાશયોમાં 50.74 ટકા પાણીનો જથ્થો છે અને 4 જળાશયો સંપુર્ણ ભરેલા છે. ઝોન મુજબ વાત કરીએ તો, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 23.63 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42.87 ટકા, દક્ષિણ ગુજરાતમાં 13 જળાશયોમાંથી એક સંપુર્ણ ભરેલુ છે અને કુલ 67.1 ટકા પાણીનો જથ્થો છે. કચ્છની વાત કરીએ તો કચ્છના 20 જળાશયોમાં 20.15 પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં હાલ 44.41 ટકા પાણી છે અને 3 જળાશયો સંપુર્ણ ભરેલા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Megh Maher expected across the state in September