



ન્યારી ડેમમાં સંતોષકારક પાણીની આવક થવા પામી નથી આગામી દિવસોમાં શહેરીજનોએ પીવાના પાણીની હાડમારી વેઠવી ન પડે તે રાજકોટના જળાશયોમાં ૩૩૫ એમસીએફટી નર્મદાના નીર ઠાલવવાની મંજૂરી આપી છે. ગઇકાલે સવારે ત્રંબા ખાતે નર્મદાના પાણી પહોંચ્યા બાદ મોડી સાંજે નિર્ધારીત સમય કરતાં કલાકો વહેલું નર્મદાનું નીર આજી ડેમમાં પહોંચી જવા પામ્યું હતું.રકાર દ્વારા જુલાઈ માસમાં આજી-૧ ડેમમાં ૧૪૮ એમસીએફટી અને ન્યારી ડેમમાં ૯૨ એમસીએફટી પાણી આપવામાં આવ્યું હતું. જુલાઈ અને ઓગસ્ટમાં પણ વરસાદ ખેંચાતા આજી જળાશયનું પાણીનું લેવલ ઘટતા ફરીને આજી-૧ ડેમમાં નર્મદાનું પાણી આપવા માટે મ્યુનિસીપલ કમિશનર દ્વારા પત્ર પાઠવેલ અને મેયર દ્વારા મુખ્યમંત્રીને ટેલીફોન પર ડેમની સ્થિતિની માહિતી આપેલ અને વરસાદ ખેચાયેલો હોય આજી ડેમમાં પાણીની જરિયાત છે, પાણી વહેલાસર આપવા વિનંતી કરી હતી. જેના અનુસંધાને નર્મદાનું પાણી આપવાનું મંજુર કરી ૧ લી સપ્ટેમ્બરના રોજ નર્મદાનું પાણી આજીડેમમાં ઠાલવવા છોડવામાં આવેલ અને ગઈકાલના રોજ નર્મદા મૈયાનું આજીડેમમાં અવતરણ થયેલ છે આજીડેમમાં નર્મદાનું પાણી આવ્યા પહેલા ડેમ લેવલ ૧૩.૫૨ ફુટ અને ૧૯૧.૬૧ એમસીએફટી હતું. ગઈકાલે ત્રંબા, કાળીપાટના ચેકડેમો ભરાયા બાદ ૬ એમસીએફટી પાણી મળેલ છે. સરકાર દ્વારા આજીડેમમાં ૩૩૫ એમસીએફટી પાણી આપવામાં આવનાર છે. આ પાણીના જથ્થાથી આગામી ઓક્ટોબર માસ સુધી દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ માટે કોઈ મુશ્કેલી ઉભી થશે નહિ
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
MCFT allowed discharge of Narmada water in Rajkot reservoirs